નાના ચેખલા શાળામાં ગરીબી રેખા નીચે આવતા અને શારિરીક વિકલાંગોને કીટ વિતરણ કરાયું

તલોદ તાલુકનાના નાના ચેખલા શાળામાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ સરસ્વતી માતાજીનું દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી. તેમાં સંસ્થાઓ દ્વારા નાના ચેખલા ગામે ખુબ સુંદર અને ભવ્ય કાર્યક્રમ રાખેલ જેમાં તમામ શારીરીક વિકલાંગ ધરાવતા, માતા-પિતા વગરના બાળકો અને ગરીબી રેખા નીચે આવતા તમામને કપડા, બુક, બેગ, ચોપડા જેવી કીટનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.
આ સંપુર્ણ કાર્યક્રમ આયોજક અને સામાજીક કાર્યકર શ્રી રામજીભાઈ જી.પટેલ ના દ્વારા કરવામાં આવ્યું હતુ. શ્રી હરી ઓમ સત્સંગ મંડળ માંથી શ્રી નિતીન રામી, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી યોગેશ શાહ, અને માનવ કલ્યાણ ટ્રસ્ટ મણિનગરથી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતી , સદવિચાર પરિવાર મણીનગર થી શ્રી લક્ષ્મણભાઈ ચવ્હાણ, રામરોટી સત્સંગ મંડળ મણીનગરથી શ્રી નરેન્દ્રભાઈ શાહ,તથા ગામના આગેવાનશ્રીઓ શ્રી બાબુભાઈ જી.પટેલ, શ્રી પોપટભાઈ જી.પટેલ, શ્રી રમણભાઈ જે.પટેલ, અને આચાર્ય જયાબેન પટેલ તથા તમામ શાળાના સ્ટાફના શિક્ષક મિત્રો હાજર રહી આ કાર્યક્રમને શું શોભનીય બનાવવામાં આવ્યો હતો.
રીપોર્ટ, મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756