જામનગર ACBની સફળ ટ્રેપ: લાંચની રકમના બે હપ્તા કરવા પોલીસકર્મીને ભારે પડી ગયા

જામનગર ACBની સફળ ટ્રેપ: લાંચની રકમના બે હપ્તા કરવા પોલીસકર્મીને ભારે પડી ગયા
Spread the love

• પ્રથમ હપ્તો લીધા બાદ ૨૫૦૦નો બીજો હપ્તો લેવા જતા ફસાયો
• અરજીમાં અટકાયતી પગલાં લઈ મારકૂટ કે હેરાન ન કરવા બદલ ૬૦૦૦ની લાંચ માગી હતી
• ACB પોલીસ સ્ટેશનથી ૧૫૦ મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાં ACBએ સફળ ટ્રેપ કરી

જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીએ રૂ.૨૫૦૦ની લાંચ લેતાં પકડી પાડયો છે. અરજદાર પાસેથી અરજીના કામ પેટે ૬ હજારની લાંચની માંગણી કર્યા બાદ ૩૫૦૦ રૂપિયાની રકમ અગાઉ સ્વીકારી લીધી હતી જ્યારે બીજો હતો રૂ.૨૫૦૦નો સ્વીકારતી વેળા એ એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડ્યો છે.

અરજીની તપાસ દરમિયાન ફરિયાદીને હેરાન ન કરવા બદલ લાંચની માગ કરી હતી જામનગરમાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દળના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે પાસેથી અરજીના કામ પેટે રૂપિયા ૬ હજારની લાંચની માગણી કરી હતી. અરજીની તપાસ દરમિયાન હેરાન ન કરવા અને મારકૂટના કરવા માટે રૂ.૬ હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ. ૩૫૦૦ સ્વીકાર્યા હતા. ત્યારબાદ બાકી રહેતી રૂ.૨૫૦૦ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

લાંચની માંગણી અરજી મળતાં જ જામનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ગોઠવી હેડ કોસ્ટેબલ અર્જુન ડાંગરને રૂપિયા ૨૫૦૦ની લાંચ લેતા આબાદ પકડી પાડ્યો છે એસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

64776278.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!