ધ્રોલ તાલુકાનાં મજોઠ પંથકમાં ૬૦ વર્ષના વૃદ્ધનું ટાઈલ્સ નીચે દબાઈ જવાથી મોત

• એકાએક ટાઈલ્સ ધસી પડી
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મેટાડોરમાંથી ટાઇલ્સનો જથ્થો ઉતારવા જઈ રહેલા ૬૦ વર્ષના બુઝુર્ગનું ટાઇલ્સના જથ્થાની નીચે દબાઇ જવાના કારણે મૃત્યુ નિપજ્યુ છે. આ બનાવની વિગતો એવી છે કે ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતા અને ખેતી કામ તથા મજુરી કામ કરતા મહેન્દ્રસિંહ નવુભા જાડેજા નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓ મજોઠ ગામના ગોરધનભાઈ સંઘાણીના ઘેર મેટાડોરમાંથી ટાઇલ્સનો જથ્થો ઉતારી રહ્યા હતા.
દરમિયાન અકસ્માતે ટાઇલ્સનો વધારે જથ્થો ધસીને મહેન્દ્રસિંહ ઉપર પડ્યો હતો જેમાં ખાસ કરીને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અર્જુનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756