દેવભૂમિ દ્વારકામાં નેશનલ લોકઅદાલત યોજાઇ: ૧૮૫૨ કેસનો નિકાલ કરાયો

· કુલ ૫૩૩૯ કેસો મુકાયા હતા
· કુલ પેન્ડીંગ કેસોના ૧૯ ટકા કેસ એક દિવસમાં પુરા કરાયા
દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના માર્ગ દર્શન મુજબ તા.૨૬ના રોજ પી.એસ.કાલા, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લાની અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરાયું હતું.
જેમાં ફોજદારી સમાધાન પાત્ર કેસીસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ના મુજબના ચેક કેસીસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસીસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી લીટીગેશન કેસો મળીને એક જ દિવસમાં કુલ ૫૩૩૯ કેસો મુકવામાં આવ્યા હતાં, જેમાંથી કુલ ૧૮૫૨ કેસોમાં સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો જેમાં દાવાની રકમ રૂ. ૨૩૬૫૯૩૦૫ હતી. આમ કુલ પેન્ડિંગ કેસોના ૧૯ ટકા કેસ એક જ દિવસમાં પૂરા કરવામાં આવ્યા. આમ લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756