જામનગર પંથકમાં જુગાર રમતાં ૩ મહિલા સહિત ૧૯ ઝડપાયા

• જામનગર, જામજોધપુર અને નાઘુનામાં દરોડા
જામનગરમાં શંકરટેકરી સુભાષ પરા વિસ્તારમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલી ભારતીબેન ધનરાજભાઇ મકવાણા, મનિષાબેન અનિલ ભાઈ મકવાણા, મંજુબેન ખીમજીભાઈ મકવાણા, અને વનરાજ મગનભાઈ મકવાણાને પકડી પાડી રોકડ કબ્જે કરી હતી. જ્યારે દિગ્વિજય પ્લોટ-૦માં પોલીસે દરોડા દરમિયાન જયસુખભાઈ મણિલાલ કનખરા, રાજેશભાઈ જગજીવનભાઈ નંદા, અલ્પેશ કાંતિભાઈ નંદા, અને ફાલ્ગુનભાઈ મુકેશભાઈ નાખવાને ઝડપી લીધા હતા.
જ્યારે નાઘુના ગામમાં પોલીસે સવજીભાઈ સોમાભાઈ દલસાણીયાના દરોડો પાડ્યો હતો જે વેળાએ જુગાર રમી રહેલા વલ્લભ રણછોડભાઈ અકબરી, સંજય નરોત્તમભાઈ રાયઠઠ્ઠા, પરેશ વસંતભાઈ ઠક્કર, રમેશ કાનજીભાઈ વિરામગામા, અને કલ્પેશ ચંદુભાઈ બોડા વગેરે ૫ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૧૫૦૦ની રોકડ રકમ અને વાહનો સહિત રૂપિયા ૬૬,૭૦૦ની માલમતા કબ્જે કરી છે.
આ દરોડા સમયે મકાનમાલિક સવજીભાઈ સોમાભાઈ દલસાણીયા ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઉપરોક્ત દરોડો પાડ્યો હતો. જુગાર અંગેનો ચોથો દરોડો જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં પાડવામાં આવ્યો હતો.
જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વસરામ મંગાભાઈ પરમાર, જેન્તિભાઈ જાદવભાઈ વાદી, કાનજીભાઈ રૂડાભાઈ વાઘેલા, વાલજીભાઈ હીરાભાઈ પરમાર, અમરસિંહભાઈ રાજાભાઈ ચાવડા અને દેવજીભાઈ વાલજીભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂા.૧૦,૧૫૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756