જામનગર : મસીતિયા ગામે ફરાર આરોપી પકડવા ગયેલી પોલીસને ઘરમાં ન ઘૂસવા દેતા મહિલાઓને માર માર્યો

જામનગર : મસીતિયા ગામે ફરાર આરોપી પકડવા ગયેલી પોલીસને ઘરમાં ન ઘૂસવા દેતા મહિલાઓને માર માર્યો
Spread the love

જામનગર નજીક આવેલા મસીતિયા ગામે ફરાર આરોપીને શોધવા ગયેલી પોલીસને ઘરમાં ઘૂસવા ન દેતા પોલીસે બળજબરી કરી ૩ મહિલાઓ સહિત પરિવારજનોને માર માર્યાના આક્ષેપ સાથે પરિવારની મહિલાઓ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી જતા સારી એવી ચકચાર જાગી છે.

પંચકોશી-બી ડિવિઝનના ગુનામાં ફરાર આરોપી મસિતિયા ગામના આદામ ખફીને શોધ કરવા ગયા પંચકોષી-બી ડિવિઝન પીએસઆઈ જે.ડી.પરમાર અને સ્ટાફને ઘરમાં ઘૂસવા દેવામાં આવ્યા ન હતા તેમજ તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી હતી.

દરમિયાન આદમ ખફીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પીએસઆઈ તથા અન્ય પોલીસ દ્વારા ૩ મહિલા સહિતના લોકોને માર મારવામાં આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસ વિરૂદ્ધ એમએલસી નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

content_image_4b3c5ff8-2644-4ca5-87f1-91bdb2eb599c.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!