જામનગર જિલ્લામાં ૫ થી ૧૯ જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે

જામનગર જિલ્લામાં ૫ થી ૧૯ જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે
Spread the love

• જામનગર જિલ્લા પંચાયતની બેઠક દીઠ ૨ ગામોમાં ૧૫ દિવસ દરમિયાન વિકાસ રથ ભ્રમણ કરશે

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતનાં દરેક જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં તા.૫થી ૧૯ જુલાઇ ૨૦૨૨ સુધી યોજાનારા આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લામાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના ૧૫ દિવસ દરમિયાન ત્રણ રથ પૈકી એક રથ મહાનગર પાલિકા વિસ્તારમાં તેમજ બે રથ તાલુકાના વિસ્તારોમાં ભ્રમણ કરશે. જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક પૈકી બેઠક દીઠ બે-બે ગામોએ તા.૫ જુલાઈથી સવારે ૯
૩૦થી ૧૧.૩૦ અને સાંજે ૪.૩૦થી ૬.૩૦દરમિયાન વિકાસના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા મંજૂર થયેલ કામોની જાહેરાત, કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય,કીટ, પ્રમાણપત્ર વિતરણ, સાફલ્યગાથા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ બપોરે ૧ થી ૪ના સમયે દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્માન ભારત, પી.એમ.જે.વાય અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન તથા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં નિવાસી અધિક નિવાસી કલેકટર મીતેશ પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન રાઠોડ, સર્વે પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના તેમજ સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Untitled-1-521.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!