શહેરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ.

શહેરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ.
Spread the love

શહેરા તાલુકા ના ખાંડીયા ગામના તળાવમાં થયેલ માટી ચોરી પ્રકરણમાં GHV ઇન્ફ્રા કંપનીને ખાણખનીજ વિભાગે 6.50 કરોડનો દંડ ફટકારતી નોટીસ આપી.
શહેરા તાલુકાના ખાંડીયા ગામના તળાવમાંથી ગ્રીનકોરીડોર હાઈવેનું કામગીરી કરતી GHV કંપની દ્વારા પરવાનગી કરતાં વધુ માટીનું ખોદકામ કરી મોટાપાયે માટી ચોરી કરીને દિલ્હી-મુંબઈ હાઇવેના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવી રહી હોવાની રજૂઆત સ્થાનિક ગ્રામજનો દ્વારા શહેરાના ધારાસભ્યને કરવામાં આવી હતી,જેથી ધારાસભ્યે મુખ્યપ્રધાનને તટસ્થ તપાસ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી કંપની પાસે તમામ રોયલ્ટી વસુલ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે આ માટી ચોરી પ્રકરણમાં પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા તળાવની માપણી કરાતા કંપનીએ 2.15 લાખ મેટ્રીક ટન માટી ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતાં ખાણખનીજ વિભાગે GHV ઇન્ફ્રા કંપનીને 6.50 કરોડ રૂપિયાનો દંડ ફટકારતી નોટીસ આપતાં ચકચાર મચી જવા પામ્યો હતો. જોકે સરકાર દ્વારા આ ખાનગી કંપનીને ખાંડીયા ગામના તળાવમાંથી 1.10 લાખ મેટ્રિક ટન માટીનું ખોદકામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી,જયારે કંપની દ્વારા 9 લાખ મેટ્રિક ટન માટીનું ખોદકામ કરી નાખવામાં આવ્યું હોવાની રજુઆત સાથે સરકારી ભાવ પ્રમાણે એક મેટ્રિક ટનના 247 રૂપિયા લેખે કંપની દ્વારા કરવામાં આવેલા માટી ચોરી મુજબ રૂ.24 કરોડની માટી ચોરી કરવામાં આવી ગ્રામજનોએ રજુઆત કરી હતી. ત્યારે ગ્રામજનોની માપણીમાં 9 લાખ મેટ્રીક ટન માટીના બદલે ખાણખનીજ વિભાગની માપણીમાં ફક્ત 2.15 લાખ મેટ્રીક ટન માટીની ચોરી કરી હોવાનું બહાર આવતાં અનેક સવાલો ઉઠયા હતા.

રિપોર્ટ :- અલ્હાફિઝ શેખ પંચમહાલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220709-WA0012-0.jpg IMG-20220709-WA0010-1.jpg IMG-20220709-WA0011-2.jpg

Admin

Alafiz Shekh

9909969099
Right Click Disabled!