અમદાવાદ : ટી.બી. દર્દી ને પોષણ કીટ વિતરણ કરાઈ*

તાલુકા આરોગ્ય વિભાગ દસક્રોઈ અને એર કન્ટ્રોલ કેમિકલ કંપની દ્વારા ટી.બી. દર્દી ને પોષણ કીટ વિતરણ કરાઈ
તાલુકા હેલ્થ કચેરી દસક્રોઈના પ્રયાસ દ્વારા એર કન્ટ્રોલ એન્ડ કેમિકલ કમ્પની દ્વારા નાંદેજ અને જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતા 48 ટી.બી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ નું વિત્તરણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ જિલ્લાના જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ પટેલ , એર કન્ટ્રોલ કમ્પનીના માલિક – શ્રી રાજવીર ડાગા , તથા અધિકારી – સંજયભાઈ તિવારી દ્વારા ટી.બીના દર્દીઓને પોષણક્ષમ કિટ વિતરણ કરવામાં આવી. આવનાર દિવસોમાં બાકી રહેલા દસક્રોઈ તાલુકાના તમામ ટી.બી દર્દીઓને વિવિધ કંપનીની ના પ્રયાસ દ્વારા પહોંચાડવામાં આવશે
આમ આરોગ્ય વિભાગ દ્વારા પબ્લિક પ્રાઇવેટ ભાગીદારી થી ટી.બી. દર્દી ને રોગ પ્રતિકારક શક્તિ મળે તેવા ઉમદા આશય થી કીટ વિતરણ કરવા માં આવેલ..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756