થરાદ માં દારુ ની ભઠ્ઠી ઓ ઉપર પોલીસ ની લાલ આંખ

સમગ્ર રાજ્યમાં લઠ્ઠાકાંડ નો હાહાકાર ઉભો થયો છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ વડા દ્વારા દારુ ની ભઠ્ઠી ઓ ઉપર કાયૅવાહી કરવાનાં આદેશ થી સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ બનવા પામ્યું છે ગુજરાત માં થયેલા લઠ્ઠાકાંડ માં કેટલાય લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમજ ફરી આવી દારુ ની ભઠ્ઠીઓ દ્વારા લઠ્ઠાકાંડ નું સજૅન નાં થાય તે જવાબદારી પોલીસ તંત્ર ની આવે છે જેથી બનાસકાંઠા જિલ્લાના એસપી નાં આદેશ અનુસાર થરાદ પોલીસ નાં પીઆઇ જે.બી .ચૌધરી એ દારુ નાં ધમધમતી હાટડીઓ ઉપર લાલ આંખ કરી ઝડપી કાયૅવાહી કરવાનો આદેશ આપ્યો છે છેલ્લા ઘણા સમયથી થરાદ નાં ગ્રામીણ વિસ્તારોમાં દારૂનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે થરાદ નાં બીટ બે માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ માન ચૌધરી અને તેમની ટીમ દ્વારા છેલ્લા અઠવાડિયામાં દસ થી વધારે દારુ ની ભઠ્ઠી ઓ ઉપર કાયૅવાહી કરતાં એમનાં વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચલાવતા અસામાજિક તત્વો માં ભય વ્યાપી જવા પામ્યો છે.આવી કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરી કોઈ લઠ્ઠાકાંડ જેવી મોટી દુર્ધટના ઉભી નાં થાય તેવી સરહદી લોકો ની લોક માંગ ઉઠી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756