થરાદ પઠમડા ગામે શાળા સ્થાપના દિન ની ઉજવણી

થરાદ તાલુકાના પઠામડા પ્રાથમિક શાળામાં જન્મ દિન નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી હતી એમાં ૧૯૫૫ ના પ્રા.શાળા કુલ 41 વિધાર્થીઓ હતા એમાં થી કુલ હાલમાં 12 ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પગટાવી કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા મહેમાનોનો સ્વાગત ગીત થી સન્માન કર્યું હતું.ત્યારે સ્કૂલના આચાર્ય દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ મા દાન આપનાર તમામ દાતાઓનો સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બહારથી આવનાર થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત,પુવૅ ધારાસભ્ય માવજીભાઈ તેમજ મહેમાનોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા એમાં દાતાઓ દ્વારા દાનની ગંગા સતત વહેતી રહિ હતી પઠામડા પ્રા શાળા વિધાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ શ્રીમાલી દ્વારા તમામ મહેમાનો અને દાનવીરો દાતાઓનો તેમજ ભુતપૂર્વ વિધાર્થીઓ ને શાળા પરિવાર વતિ આભાર માન્યો હતો
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756