બાવીસી સમાજ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી. ની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા

બાવીસી સમાજ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી. ની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા માન.બાબુભાઇ જમનાભાઈ પટેલ પ્રમુખ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જે.બી.પટેલ મુખ્ય ઈજનેર, કનુભાઈ પટેલ તથા માન. મણિભાઈ પટેલ, માન. જોરદાસભાઈ પટેલ (ઉદ્યોગપતિ) ઉપસ્થિતમાં મળી. જેમાં વિદ્યારત્ન પુરસ્કાર, સદગત સભાસદોને શ્રદ્ધાંજલી તથા દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા. મંડળીના ચેરમેન ડી.એમ.પટેલ, વા.ચેરમેન પી.સી.પટેલ, મેને. ડી. ડૉ. ઈશ્વરભાઈ, વા.મેને.ડી. જયંતીભાઈ પટેલ, ક્રષ્ણકાન્તભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તથા કેતનભાઈએ ભારે જહેમત લઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.એક હજાર જેટલી વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા અને ભોજનપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો.