ધનસુરા,ફેરપ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા આવેદનપત્ર આપવમાં આવ્યું

ધનસુરા તાલુકાના મામલતદારશ્રીને અને અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રીને ફેરપ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા આવેદનપત્ર આપવમાં આવ્યું.
ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોશિએશન અને ગુજરાત રાજ્ય ફેરપ્રાઈઝ શોપ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોશિએશન દ્વારા પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
અગાઉ તારીખ 19/9/22 ના રોજ સરકારશ્રીને આપેલ આવેદનપત્રથી અમારા છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નોના નિરાકરણ ના આવતા આ બાબતે અમારા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી માંગણી અમારી સરકારશ્રી સુધી પોંહચાડવા અમારી વિનંતી.
આ અમારી માંગણી નહિ સ્વીકારય તો અમો રાજ્ય એસોશિએશન દ્વારા આપેલ કાર્યક્રમ અતત્રેનો જિલ્લા સમર્થન આપશે.
તારીખ 2/10/22 થી વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેવા રાજ્ય એસોશિએશનદ્વારા જાહેરાત કરેલી છે, જેમાં ધનસુરા તાલુકા અને અરવલ્લી જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો વિતરણ વ્યવસ્થા તમામ કામગીરી અળગા રેહશે,
રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756