ગરીબ-વંચીત પરિવારના ઘરમાં દિપાવલીપર્વનો ઉજાશઃદ્રઢસંકલ્પને સાકાર કરવા અન્નદાન

ગરીબ-વંચીત પરિવારના ઘરમાં દિપાવલીપર્વનો ઉજાશઃદ્રઢસંકલ્પને સાકાર કરવા અન્નદાન
આર્થિક રીતે સાધન સંપન્ન લોકો દિપાવલીપર્વની ધામધુમ પુર્વક રીતે ભવ્ય ઉજવણી કરતા હોય છે, પરંતુ જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી, જે ગરીબ પરિવાર છે, જેના ઘરમાં મિઠાઈ એક સ્વપ્ન સમાન છે તેવા ગરીબ અને જરુરીયાતમંદ પરિવારના ઘરમાં પણ દિપાવલીપર્વની ઉજાશ ફેલાવવા શ્રી અષ્ટમંગલ મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નદાન યોજના-2022 નો શુભારંભ કરાયો છે.
જે યોજના અંતર્ગત ગરીબ, શોષિત, વંચીત અને જરુરીયાતમંદ પરિવારોને દિપાવલીપર્વમાં અન્નકીટનું દાન કરી સાચા અર્થમાં ઘેર ઘેર દિપાવલીપર્વની ઉજાશ ફેલાવવાનો દ્રઢસંકલ્પ કરાયો છે. સાયન્સ સીટી રોડ, સોલા પરના શ્રી અષ્ટમંગલ મહાદેવ મંદિર ખાતેથી રુપીયા 10 લાખના ખર્ચે 750 કરતાં પણ વધારે અન્ન કીટ તૈયાર કરવામાં આવી છે.
શ્રી અષ્ટમંગલ મહાદેવ મંદિર પર દરરોજ હજારો શ્રધ્ધાળુઓ દેવાદીદેવ પ્રભુ શિવજીના દર્શન કરવા આવે છે, જે શ્રધ્ધાળુઓ અને મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા નિયમીત રીતે વિવિધ પ્રકારના સેવાકાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટી કનુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને નીલાબેન કહે છે કે ગરીબ, શોષિત અને જરુરીયાતમંદ પરિવારજનો દિપાવલીપર્વની ઉજવણી ન કરી શકે તો સાધન સંપન્ન પરિવારજનો દ્વારા થતી ઉજવણીનો કોઈ અર્થ નથી. સાચા અર્થમાં દિપાવલીપર્વની સહુ સાથે મળી ઉજવણી કરવી જોઈએ. એટલે જ અન્નદાન કીટ -2022 અમલમાં મુકી છે. એક કિટ બનાવવા પાછળ અંદાજે 1200 રુપીયા ખર્ચ થશે. દરેક શ્રધ્ધાળુઓ 1200 રુપીયા દાન કરી સેવાયજ્ઞમાં સહભાગી થયા. કોઈ શોષિત,પિડિત કે ગરીબના ચહેરા પર ખુશીઓ લાવીશું તો જ સાચા અર્થમં દિપાવલી પર્વનો આનંદ મળશે. તમામ ટ્રસ્ટી અને નિયમીત આવતા દર્શનાર્થીઓ દ્વારા અન્નદાન-2022 યોજનાને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756