ચાઈનીઝ દોરા—ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

એનીમલ હેલ્પલાઈન દ્રારા મકરસંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા—ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્કાલિક સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા એનીમલ હેલ્પલાઈન દ્વારા મકરસંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા—ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ છે. તેમજ મુખ્યમંત્રીશ્રીની સાથોસાથ આ રજૂઆત પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પણ રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયમાં દર વર્ષે મકરસક્રાંતિના પવિત્ર દિવસે કાતીલ ચાઈનીઝ દોરાથી અનેક લોકોનાં ગળા કપાઈ જાય છે જેના લીધે રાજયમાં મૃત્યુ નિપજવાના ઘણા બનાવો બને છે. તેમજ લાખો પક્ષીઓની પાંખ પણ કપાઈ જાય છે, મૃત્યુ પામે છે. પાંખ કપાઈ જવાથી કુદરતના ખોળે મુકત રીતે વિહરતા નિર્દોષ પક્ષીઓ આજીવન ઉડી શકતા નથી. ઘણા વર્ષોથી ચાઈનીઝ દોરાનાં વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ ચાઈનીઝ તુકકલ, સ્કાય લાલટેન પર પણ પ્રતિબંધ મુકાય છે. ચાઈનીઝ તુકકલથી પણ આગનાં ઘણા બનાવો બન્યા છે જેના લીધે લોકોના જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે.ગુજરાત રાજય સરકાર દ્નારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં અને તમામ આ વ્યવસાય સાથે જોડાયેલ વેપારી મંડળોમાં જાગૃતિ આવે તેમજ કાયદાકીય ગંભીરતા–જવાબદારી આવે તેમજ વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા તેમજ આખા ગુજરાતમાં જાહેરનામું બહાર પડે તેમજ તેનું કડક અમલીકરણ થાય તેવી મુખ્યમંત્રીશ્રીની સાથોસાથ આ રજૂઆત પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ મહેતા સહિતની ટીમે રજૂઆત કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756