મોહનજી ભાગવત અને કુમાર મંગલ બિરલાજી દ્વારા સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહનું મુંબઈ ખાતે અભિવાદન કરાયું

મોહનજી ભાગવત અને કુમાર મંગલ બિરલાજી દ્વારા સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહનું મુંબઈ ખાતે અભિવાદન કરાયું.
વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન (ગિરીશભાઈ શાહ મો: ૯૮૨૦૦ ૨૦૯૭૬) દ્વારા અનેકવિધ સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. સમસ્ત મહાજન દ્વારા 2 દિવસીય કાર્યકારિણી બેઠકનું તા. 17 અને 18 ડિસેમ્બરનાં રોજ મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 18 ડિસેમ્બર , રવિવારનાં રોજ ભારત વિકાસ પરિષદ ( મહારાષ્ટ્ર- કોંકણ પ્રાંત) દ્વારા આયોજિત ડૉ. સૂરજ પ્રકાશ(સંસ્થાપક , ભારત વિકાસ પરિષદ) જન્મશતાબ્દી સમાપન સમારોહ બિરલા માતુશ્રી હૉલ , મુંબઈ ખાતે સમસ્ત મહાજનનાં સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં મોહનજી ભાગવતે પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન આપ્યું તેમજ સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ કુમાર મંગલ બિરલાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ આયોજિત સમારોહમાં સ્વયં સેવક સંઘનાં મોહનજી ભાગવત અને કુમાર મંગલમ બિરલાજી, સુરેશજી જૈન , શ્યામ શર્માજી દ્વારા સમસ્ત મહાજનનાં સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન , નૂતનબેન દેસાઇ , પરેશભાઈ શાહ , ગિરીશભાઈ સત્રા, હીરાલાલ જૈન, તિવારીજી (સેન્સર બોર્ડ) , કુમારપાળ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી , ધીરુભાઈ કાનાબાર (કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન) , વિજયભાઇ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ) એ પણ ખાસ રાજકોટથી હાજરી આપી હતી. ભારત વિકાસ પરિષદ ( મહારાષ્ટ્ર- કોંકણ પ્રાંત) દ્વારા આયોજિત સમારોહનાં અધ્યક્ષ ગજેન્દ્રસિંહ સંધૂજી, સંયોજક લક્ષ્મીનિવાસ જાજુજી , અને આયોજક તરીકે મહેશ શર્મા , યતીશ ગુજરાતી , ભીમજીભાઈ રૂપાણી રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756