સમસ્ત મહાજન દ્વારા તા. 17 અને 18 ડિસેમ્બરનાં રોજ મુંબઈ ખાતે બે દિવસીય બેઠકનું આયોજન

સમસ્ત મહાજન દ્વારા તા. 17 અને 18 ડિસેમ્બર , શનિવાર અને રવિવારનાં રોજ મુંબઈ ખાતે બે દિવસીય બેઠકનું આયોજન
વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ ના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન (ગિરીશભાઈ શાહ મો: ૯૮૨૦૦ ૨૦૯૭૬) દ્વારા અનેકવિધ સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. સમસ્ત મહાજન દ્વારા 2 દિવસીય કાર્યકારિણી બેઠકનું તા. 17 અને 18 ડિસેમ્બરનાં રોજ મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનાં પ્રથમ સેશનનું આયોજન તા. 17 ડિસેમ્બરનાં રોજ અર્થ બેનક્વેટ હૉલ, સિક્કાનગર, મુંબઈ ખાતે થયું છે જેમાં અર્હમ અનુકંપા અંતર્ગત ચાલતી 11 ઍમ્બ્યુલન્સ , વેટેરનીટી ડૉક્ટર, વેટરનરી પાઈલોટસ , સહકારીઓ , મદદનીશો માટે ટ્રેનીગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાજી , ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી , ધીરુભાઈ કાનાબાર (કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન) , વિજયભાઇ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ) , સોહનલાલજી , સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન , નૂતનબેન દેસાઇ , પરેશભાઈ શાહ , તિવારીજી (સેન્સર બોર્ડ) , કુમારપાળ શાહ વિશેષ ઉપસ્થી રહ્યા હતા. આ મુલાકાત દરમ્યાન જીવદયા ક્ષેત્રને લગતા વિવધ કાયદાઓ અને પધ્ધતિઓનું નવીનીકરણ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તાં 18 ડિસેમ્બર , રવિવારનાં રોજ ભારત વિકાસ પરિષદ ( મહારાષ્ટ્ર ) દ્વારા આયોજિત સમારોહ બિરલા માતુશ્રી હૉલ , મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં સમસ્ત મહાજનનાં સૌ અગ્રણીઓ ઉપસ્થિત માં આ દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં મોહન ભાગવતજી પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન સુપ્રસિધ્ધ અને ઉદ્યોગપતિ કુમાર મંગલ બિરલાજી પણ ની ઉપસ્થિત . આ બે દિવસીય કાર્યક્રમમાં જોડાવવા માટે સમસ્ત મહાજન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756