વિરમગામ સરકારી હોસ્પિટલમાં કોરોના સંદર્ભે આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રિલ

વિરમગામ સરકારી હોસ્પિટલમાં કોરોના સંદર્ભે આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રિલ
Spread the love
  • મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ ની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી
જીએમઇઆરએસ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર, મેડિકલ સુપ્રિટેન્ડન્સ સોલા સિવિલ હોસ્પિટલ, ડીન સોલા મેડિકલ કોલેજ, સ્થાનિક કોર્પોરેટરો સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મીટીંગ કરીને કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા પાડોશી દેશ ચીન સહિત દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્કતા રાખી રહી છે. જેના ભાગરૂપે મંગળવારે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની ચકાસણી માટે મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલ દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા સહિતની આરોગ્ય સુવિધાઓની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપલબ્ધતા બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી.
વંદના નીલકંઠ વાસુકીયા
Admin

Admin

9909969099
Right Click Disabled!