જામનગર : કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગાયો માટે 500 કિલો લાડુનું પ્રસાદ રૂપે વિતરણ…

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સેવાભાવી પટેલ યુવા ગ્રુપ ના કાર્યકરો દ્વારા મકરસંક્રાંતિના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, અને ગાયો માટે ૫૦૦ કિલો પૌષ્ટિક લાડુ બનાવીને તેનું ગાયોમાં પ્રસાદ રૂપે વિતરણ કરાઈ રહ્યું છે.
કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપના ૪૦ થી વધુ કાર્યકરો કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી મકરસંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરીને ગાય માતા ની સેવા કરે છે. જેના ભાગરૂપે આ વખતે પણ તેલ, ઘઉંનો લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, અને ટોપરાનું ખમણ વગેરે નું મિશ્રણ કરીને અંદાજે ૫૦૦ કિલો પોષ્ટીક લાડુ બનાવ્યા છે, અને તેનું ગાયોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પટેલ યુવા ગ્રુપને આડોશી પાડોશી સહિતના અનેક લોકોનો સહકાર મળી રહ્યો છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300