ગેરેજવાળા અને ભંગારીયાઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું

ગેરેજવાળા અને ભંગારીયાઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું
Spread the love

શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા, પાલનપુરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લા શહેરી/ ગ્રામ્ય વિસ્તારમાં વાહનો (જેમાં નોંધણી થતા તમામ વાહનોનો સમાવેશ થશે) રીપેરીંગ કરનારા ગેરેજવાળા/તોડનારા ભંગારીયા તથા તે અંગેની દુકાનો/શોપ ધરાવતા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટો દ્વારા આવા વાહનો રીપેરીંગ કે તોડવા માટે આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

ગેરેજવાળાઓએ ગેરેજ/ સર્વીસ સ્ટેશનનું નામ, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, એન્જીન નંબર, ચેસીસ નંબર, વાહન માલિકનું નામ, મોબાઇલ નંબર વગેરેની વિગત દર્શાવતું રજીસ્ટર નિભાવી કોઇપણ પ્રકારનું વાહન રીપેરીંગ કરાવવા માટે આવે ત્યારે તમામ વિગતો ભરવાની રહેશે. અને દર મહિનાની ૧૫મી અને છેલ્લી તારીખે સંબંધિત પોલીસ સ્ટેશને તેની ૧(એક) નકલ આપવાની રહેશે. તમામ વિગતો ૬(છ) માસ સુધી સાચવવાની રહેશે. તેવી જ રીતે વાહન તોડનારા ભંગારીયાઓએ પણ ઉપર મુજબનું રજિસ્ટર નિભાવવાનું રહેશે તેમજ વાહન તોડતા પહેલા આરટીઓ પાસેથી એનઓસી મેળવવાની રહેશે અને એનઓસીની સંબંધિત નકલ પોલીસ સ્ટેશનમાં આપવની રહેશે. જેમાં એન્જિન નંબર અને ચેસીસ નંબર સ્પષ્ટ દર્શાવાના રહેશે. તમામ વિગતો ૬(છ) માસ સુધી સાચવવાની રહેશે.

આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!