નિરમા લિમિટેડનાં સૌજન્ય આરોગ્ય શિબિર માં ૨૯૦ દર્દી નારાયણો ની તપાસ

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્ય આરોગ્ય શિબિર માં ૨૯૦ દર્દી નારાયણો ની તપાસ
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.30 જાન્યુઆરી 2023 નાં રોજ ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં 290 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને 75 બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી ,શ્રી કમલેશભાઈ વેગડ , શ્રી અભિષેકભાઈ તથા નિરમા લિમિટેડનાં જુનિયર આસીસ્ટન્ટ શ્રી ચિરાગભાઈ કુકડીયા અને ગામનાં સરપંચ શ્રી હર્ષાબહેન ભરતભાઈ ગઢવી તથા આચાર્ય શ્રી વખતસંગભાઈ કે. ચાવડાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શ્રી ચીફ કોડીનેટર શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300