લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન અંતર્ગત લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન
લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ ગામો માં સ્પર્શ – લેપ્રસી અવરનેસ કેમ્પેન નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં દરેક ગામ માં ગ્રામસભા યોજી આરોગ્ય સ્ટાફ દ્વારા રક્તપિત અંગે માહિતી આપી તેના નિર્મૂલન માટે ના ઉપાયો ની ચર્ચા કરી નિર્મૂલન માટે શપથ ગ્રહણ કરી હતી. તેમજ આ રોગ ની જાણકારી માટે શાળાઓ માં આરોગ્ય શિક્ષણ આપી પત્રિકાઓ નું વિતરણ કરેલ હતું. આ કેમ્પેન અન્વયે માલવિયા પીપરિયા મુકામે યોજેલ ગ્રામ સંજીવની સમિતિ ની મીટીંગ માં ડો. હરિવદન પરમાર, સરપંચ વિપુલભાઈ માલવિયા, યોગેશ પુરોહિત, રીના ચૌહાણ અને સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300