સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશે

સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશે
Spread the love

ગાયત્રી ઉપાસક, ગૌભકત,જાણીતા લેખક–વિચારક ઘનશ્યામભાઇ ઠકકરનો તા.૬, એપ્રિલના રોજ જન્મદિન : ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશે

સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ I કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા–જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુ બાબા આશ્રમ (વારાણસી) સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, ધનથી સંકળાયેલા રઘુવંશી શ્રેષ્ઠી ઘનશ્યામભાઈ ઠકકર પોતાની ઝળહળતી વનયાત્રાના ૭૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. માં ગાયત્રીની ઉપાસના થકી જયોતિર્વિદ તરીકે ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈએ નામના મેળવી છે. તેમના પ્રાસંગિક લેખો અખબારો, મેગેઝિનોમાં સતત પ્રકાશિત થતા રહે છે. પ્રકાશિત થયેલા પુસ્તકો સ્વર સિધ્ધિના ચમત્કારો, સરળ ગાયત્રી સાધના, ગાયત્રી જ્ઞાન–વિજ્ઞાન, મહામાયા મોમાઈ, ટહુંકે ટહુંકે, સંગ સંગ પતંગ સંગે લોકચાહના પ્રાપ્ત કરી રહયા છે. સંવેદનશીલ સર્જક, ગાયત્રીમાતાના વિનમ્ર અને સિધ્ધ ઉપાસક અને જયોતીષવિદ્યાના અચ્છા જાણકાર, નિઃસ્વાર્થ ભાવે નિઃશૂલ્ક સેવા આપતાં શ્રી ઘનશ્યામભાઇ ઠકકરનું આંતર–બ્રાહય વ્યકિતત્વ પ્રથમ નજરે જ સ્પર્શી જાય તેવું છે. સિધ્ધાંતોની ભારેખમ ભાષામાં રજૂઆત કરવાને બદલે તેઓ સહજ-સરળ દૃષ્ટાંતો સાથે એને મુકી આપે છે જેથી જન સામાન્ય પણ તે સમજી શકે છે. તેઓ ગૌમાતા માટે ઘાસ તથા ઉનાળાના ધોમધખતા ગૌમાતાને સાતા મળે તે માટે ગોળનાં પાણીનું વિતરણ, ગૌ સેવક, જીવદયા પ્રેમી તો છે જ સાથે તેમજ ઠંડીમાં ધાબળા વિતરણ, ઉનાળામાં ચપ્પલ વિતરણ સહિતની પ્રવૃતિઓ કરતા રહે છે. વિનાશક વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી ભૂકંપ, કોરોના લોકડાઉન અને અન્ય અકસ્માતોએ સર્જેલી કુદરતી આફતો હોય ઘનશ્યામભાઈ, કશી જ જાહેરાતો વિના મૂકસેવા કરવા ખડેપગે તૈયાર જ હોય. ભૂખ્યાને અનાજ આપવું કે નિવસ્ત્ર લોકોને વસ્ત્રો પૂરાં પાડવા જેવી લોકોની પ્રાથમિક જરૂરીયાતો સંતોષવા માટે ઘનશ્યામભાઈ અને એના સેવાભાવી મિત્રો સદાય તત્પર હોય છે.ઘનશ્યામભાઈ ઠકકરના જન્મદિન નિમીતે ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો, વિશ્વનીડમ સંસ્થામાં બાળકોને નાસ્તો, થેલેસેમીયા પીડીત બાળકોને આઈસ્ક્રીમ, વાંકાનેર અંધ-અપંગ ગૌશાળામાં ગોળનું પાણી, ગાંડાની મોજ આશ્રમમાં ભોજન કરાવાશે તથા જનકલ્યાણ ટ્રસ્ટમાં દાન અપાશે, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેનું રોજીંદુ “હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દુધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારૂ, કાગડા—કાબર ને અનુકુળ ફરસાણ તથા માછલીને લોટની ગોળી એમ એક દિવસનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે, તે જ દિવસે હનુમાન જયંતીનો પાવન દિવસ હોય ગરેડીયા કૂવા રોડ ઉપર આવેલ પંચમૂખી હનુમાન મંદિરે પ્રસાદ વિતરણ કરાશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

WhatsApp-Image-2023-04-04-at-12.19.56-PM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!