કચ્છ વાગડના વહીવંચા તૂરી બારોટ સમાજનો તૃતિય સમૂહલગ્ન મોહોત્સવ યોજાયો

કચ્છ વાગડના વહીવંચા તૂરી બારોટ સમાજનો તૃતિય સમૂહલગ્ન મોહોત્સવ યોજાયો….પાકડસર ગરીબદાસ બાપુની જાગીર માં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
તારીખ 4/5/23 ના રોજ ભચાઉ તાલુકાના પાકડસર – કબરાઉ ગામે ગરીબદાસ બાપુની પાવનભૂમિમાં કચ્છ જિલ્લાના તૂરી બારોટ સમાજનો સમૂહલગ્ન યોજાયો હતો.
જેમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. કન્યાઓને કરિયાવરમાં 51 જેટલી વસ્તુંઓ દાતા તથા સમૂહ લગ્ન સમિતી તરફથી આપવમાં આવી હતી.
ભોજન પ્રસાદ શ્રી પ.પૂ. સ્વામી કૃષ્ણાનન્દ મહારાજ , પાકડસર જાગીર તરફથી આપવામા આવ્યો હતો .
અખિલ કચ્છ વહીવંચા તૂરી બારોટ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ ભોજાભાઈ બારોટ કચ્છ જિલ્લામાં છેલ્લા 17 વર્ષ થી સમાજના પ્રમુખ તરીકે વન મૅન આર્મી ની ભૂમિકા ભજવી રહ્યા છે.
સમાજના વડીલો અને યુવાનોએ મળીને આ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું.
સમૂહલગ્ન સમિતિ 2023ના પ્રમુખ શ્રી દિલીપભાઈ તેજાભાઈ બારોટ અને સમિતિના અન્ય સભ્યોએ સંપૂર્ણ જહેમત ઉઠાવી હતી.
સમાજના યુવા કાર્યકરો શ્રી જગદીશભાઈ વી.બારોટ
ચમનભાઈ કેશઆભાઈ બારોટ પ્રવીણ ગાભાભાઈ બારોટ,અમૃતલાલ પંચાણભાઈ બારોટ તથા સમિતિના અન્ય તમામ સભ્યોની મહેનત રંગ લાવી હતી.સમાજના આગેવાન શ્રી વિરજીભાઈ વલ્લભજીભાઈ બારોટ ,
શ્રી રવજીભાઈ ગોવાભાઈ બારોટ, શ્રી રામજીભાઈ ગોવાભાઈ બારોટ,શ્રી કેશાભાઈ ખેતાભાઈ બારોટ , શ્રી ગોવાભાઈ ભીખાભાઇ બારોટ શ્રી હિરજીભાઈ કાયભાઈ બારોટ , શ્રી ગાભાભાઈ ભોજાભાઈ બારોટ તથા અન્ય વડીલોના માર્ગદર્શન હેઠળ યુવક મંડળના સભ્યોએ આ સમૂહલગ્ન મહોત્સવને સફળ બનાવ્યો હતો.
સમૂહલગ્ન દરમિયાન લોક ગાયક સુરેશ બારોટ ની ટીમના સંગીતના સથવારે વર પક્ષ અને કન્યા પક્ષ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સોલંકી બારોટ પરિવાર તરફથી સરબતની સેવા પૂરી પાડવામાં આવી હતી. યુ ટ્યૂબ લાઈવ તથા ટેલિકાસ્ટ શ્રી મોહન મેરિયા દ્વારા કે.વી.ટીવી પર તથા કરવામાં આવ્યું હતું
સન્માન કાર્યક્રમનું સંચાલન’ શબ્દરથના સરથી’
ધર્મેન્દ્ર ભાઈ પટેલે કર્યું હતું.વડીલો અને યુવાનો વચ્ચે જનરેશન ગેપ દૂર કરીને સાથે સંકલનમાં રહીને જો કામ કરવામાં આવે તો સમાજ સેવામાં આવા અનેક કાર્યક્રમો સફળ રીતે કરી શકાય છે. આવનારા દિવસોમાં આવા ભવ્ય આયોજન કરતા રહેશું એવા ભાવ સાથે કન્યા વિદાય કરીને સમૂહલગ્ન સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300