એક પગલું બાળકોના વિકાસ તરફ

નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ દ્વારા ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી – આણંદ ખાતે બાળકોના વિકાસ માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો. જેમાં કુલ 35 થી વધારે બાળકોએ ઉત્ત્સાહપૂર્વક ભાગ લીધો અને નોબલ હેન્ડ્સ ટીમ તથા સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ બાળકોને અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા કંઈક શીખવાનું મળે, પોતાની ખૂબીઓને ઓળખે, તેમનામાં રહેલ આવડત બહાર આવે અને પોતાની કલા સાથે કલ્પના શક્તિનો વિકાસ સાધે.