જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જી-20 સમીટ જન ભાગીદારી કાર્યક્રમની પૂર્ણાહુતી

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા 1લી જુનથી 15મી જુન સુધી જી-20 સમીટ જન ભાગીદારી કાર્યક્રમો યોજાયા હતા જે સમીટ જન ભાગીદારીનો પુર્ણાહુતી કાર્યક્રમ કોલેજ રોડ બી.ડી.એમ.એ હોલ ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વિવિધ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઈનામ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝ્યનુલ સૈયદ,નગર પાલિકાના માજી પ્રમુખ ઈન્દિરાબેન રાજ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ભારતીબેન પટેલ, ફિલ્ડ અને લાઈવલીહૂડ કોઓર્ડીનેટર ક્રિષ્ણાબેન કથોલિયા તેમજ આમંત્રિતો સહીત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.