બાકરોલ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન

બાકરોલ સ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તથા ઉત્તર પ્રદેશના સાંસદ શ્રી સત્યપાલસિંહ રાઠોડ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.