ગારીયાધાર માધવ મેડિકલ માં વિના મૂલ્યે સોનોગ્રાફી સેવા નો પુનઃ પ્રારંભ

ગારીયાધાર માધવ મેડિકલ માં વિના મૂલ્યે સોનોગ્રાફી સેવા નો પુનઃ પ્રારંભ
Spread the love

જિલ્લા આરોગ્ય અધિકારી ની દુરંદેશી એ સંપૂર્ણ વિના મૂલ્યે ગારીયાધાર માધવ મેડિકલ માં સોનોગ્રાફી સેવા નો પુનઃ પ્રારંભ

શાખપુર સરપંચ ની સફળ રજુઆત થી ગ્રામ્ય વિસ્તારો ને લાભ મળશે

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે સગર્ભા બહેનો માટે મફત સોનોગ્રાફી કરવાની યોજના ગારીયાધાર માધવ મેડિકલમાં હતી જે સરકારે બંધ કરી હતી અને નવા ટેન્ડરમાં અમરેલી રાઘવેન્દ્ર હોસ્પિટલ ને આપવામાં આવ્યું હતું ત્યારે શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબની રૂબરૂ મુલાકાત કરી આસોદર મેડિકલ ઓફિસર મકવાણા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ અંગે ફરી શાખપુર અને પાડરશીંગા સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના દર્દીઓને મફત સોનોગ્રાફી સેવા ગારીયાધાર થાય તેવી રજૂઆત લેખિતમાં કરવામાં આવી હતી જે પ્રશ્ન બાબતે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર આસોદર મકવાણા સાહેબ દ્વારા દર્દીઓને ગારીયાધાર માં જ મફત સોનોગ્રાફી ની યોજના થાય તે બાબતે અંગત રસ લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ આવેલ છે જેથી હવે પછી મફત સોનોગ્રાફીની યોજના ગારીયાધાર માધવ મેડિકલમાં જ શરૂ રહેશે તેવી ખાત્રી આપી અને આ સરપંચ ની રજૂઆત ને સફળતા મળતા શાખપુર અને પાડરશીંગાના ગરીબ દર્દીઓમાં આનંદ અને ઉલ્લાસની લાગણી પ્રસરી જવા પામી છે શાખપુરના દર્દીઓને મફત સોનોગ્રાફી યોજના ગારીયાધાર માં શરૂ રાખતા અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબ અને સમગ્ર આરોગ્યની ટીમનો શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230714-WA0046.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!