ખુદ સરકાર સફાઈ અભિયાન ને ખુબ ગંભીરતા થી લઈ રહી છે ત્યારે… ભક્તો સાથે નગર પાલિકાઓ, પંચાયતો અને સંસ્થાઓ પણ આગળ આવે..

ખુદ સરકાર સફાઈ અભિયાન ને ખુબ ગંભીરતા થી લઈ રહી છે ત્યારે… ભક્તો સાથે નગર પાલિકાઓ, પંચાયતો અને સંસ્થાઓ પણ આગળ આવે..
Spread the love
  • ભક્તિ, આસ્થા સાથે મુર્તિ વિસર્જન ના કાર્ય માં સ્વચ્છતા નું ધ્યાન રાખી કરવું જોઈએ તે અંગે દરેક જિલ્લાના કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડવું જોઈએ

ભુજ તા. ૨: ભારત દેશ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો દેશ છે દેશના હજારો અને લાખો લોકો ની આસ્થા દેવી દેવતાઓ સાથે સંકળાયેલી છે, અનેક લોકો દેવી દેવતાઓ પ્રસન્ન થાય તે માટે આસ્થા સાથે પોતાના ઘરે, ઓફિસો અને સંસ્થાઓ પંડાલ બનાવવી ને મુર્તિઓનું સ્થાપન કરતાં હોય છે, એ ઉત્સવ દરમિયાન માં ભજન, ભોજન અને અવનવા પ્રસાદો દેવી દેવતાઓને ધરાવવામાં આવે છે, અંતિમ દિવસે ફરી થી પધારજો ના નારાઓ સાથે વાજતે ગાજતે મૂર્તિઓને વિસર્જન માટે લઈ જવામાં આવે છે, દરીયા માં વિસર્જન થાય ત્યાં સુધી બરોબર છે પણ ગામ કે શહેર ના તળાવો માં આવી દેવી – દેવતાઓની મૂર્તિઓ ની દશા જોઈને અનેક શ્રધ્ધાળુઓ અતિ વ્યથિત થતા જોવા મળે છે. તાજેતર માં દશામાં ના વર્ત, વિશ્ર્વકર્મા જયંતિ , હવે ગણેશ ચતુર્થી અને નવદુર્ગા પંડાલ મહોત્સવ અને જયંતિઓ આવવામાં છે ત્યારે દેવી – દેવતાઓની મુર્તિઓનું વિસર્જન ભકતો જે રીતે ગામ અને શહેરના તળાવોમાં કરે છે અથવા ખુલ્લામાં મુકી જાય છે જેને કારણે શ્રધ્ધાળુઓ ની આસ્થાઓ ને ઠેશ પહોચવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે.

આ વર્ષે કુદરતે વરસાદ ની મહેર કરી એટલે કચ્છ ના મોટા ભાગ ના તળાવો, જળાશયો અને ડેમો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે જે પશુ પક્ષીઓ અને ખેડૂતો માટે આશિર્વાદરુપ બન્યાં છે એ સમયે અનેક ખતરનાક રસાયણીક વસ્તુઓના ઉપયોગથી બનેલ દેવી – દેવતાઓની મુર્તિઓ નું વિસર્જન ગામ કે શહેર ના તળાવો કે જળાશયો ન થાય તે માટે અને આવા જળાશયો નું પાણી પ્રદુષિત ન બને તે દિશા માં પંચાયતો, નગરપાલિકાઓ અને ધાર્મિક સંસ્થઓ આગળ આવી જાગૃકતા બતાવી જરૂરી બની ગયું છે, જે રીતે તાજેતર માં દશામાં ના વર્ત બાદ જે પરિસ્થિતિ માં માતાજી ની મુર્તિઓ નું વિસર્જન કહો કે વન વગડા કે તળાવ ની પહાડે રેઢી મુકી ને ભક્તો ચાલ્યા ગયા હતા એ જોઈને ખુદ માતાજી ના આંખમાં પણ આંસુ આવી ગયા હશે, કે જે ભક્તો એ મને આલીશાન સિંહાસન પર બિરાજમાન કરી ભાવતાં ભોજન નો પ્રસાદ અર્પણ કરી ને પ્રસંશા માટે અરજ કરી છે એજ ભક્તો શું મને આ રીતે રઝળતી રાખી ચાલ્યા ગયા..

દશા માં પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિ સાથે જે રાસાયણિક રીતે બનાવેલ મુર્તિઓનું વિસર્જન પશુ પક્ષીઓ અને ગ્રામજનો માટે ના જળાશયો માં રહેલ પાણી પ્રદુષિત પ્રકૃતિ અને પર્યાવરણ ને જે રીતે નુકશાન તો નથી થઈ રહ્યું ને ? એવો જ ચોંકાવનારો કીસ્સો રવિવારે ભુજથી દસ કિલોમીટર દુર માંડવી જતાં મુખ્ય માર્ગ ઉપર “માવજી તલાવડી” નામે સુંદર પ્રાકૃતિક સ્થળ પર જોવા મળેલ છે. તાજેતરમાં દશામાના દશ દિવસીય વ્રત ની ઉજવણી પુરી થતાં અનેક ભક્તોએ આ તળાવની અંદર અને કિનારે POP જેવાં રસાયણીક પદાર્થોની બનેલ માતાજીની મૂર્તિઓ સાથે પુજા સામગ્રી, ચુંદડી, નાળિયેર અને પ્લાસ્ટિક ના રીતસર ઢગલા કરી મુક્યા હતા. આશ્ચર્ય ની વાત તો એ છે કે, તળાવ ના કિનારે સ્પષ્ટ ભાષાના સુચના બોર્ડ હોવા છતાં એ દેવી દેવતાઓના ભક્તોને કોઈ અસર જ ન દેખાઇ, આ વાત નું ધ્યાન આર.એસ.એસ.ની સુખપર શાખાના સ્વયંસેવકોને ધ્યાને આવતાં પરિવારના બહેનો સાથે મળીને તળાવની અંદરથી શક્ય એટલી સામગ્રી બહાર કાઢીને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો , આ પ્રવાસી વિસ્તારમાં રોડ પર આવેલ શેરડીના રસના ધંધાદારીઓ અને ફરવા આવતાં પ્રવાસીઓ પણ તળાવની પાળે કચરાના ઢગલા કરેલ તેની પણ સફાઈ સાથે છોટા હાથી ભરી ભરીને નિકાલ કરવાની કાર્યવાહી કરી સંપુર્ણ રીતે સ્વચ્છ કરેલ, આ તો માવજી તલાવડી તો એક કિસ્સો સામે આવેલ છે ત્યારે આપણે સૌ જાણીએ જ છીએ કે આવું તો દરેક ગામડાં અને શહેરો ના જળાશયો માં ચાલે છે.

નજીકના સમયમાં ગણેશોત્સવ મનાવવામાં આવશે ત્યારે આપણે માત્ર આરાધ્ય અને પુજા કરીને છુટી ન જઈએ પરંતુ પાણી, પ્રકૃતિ અને પર્યાવરણના બચાવ સમગ્ર સનાતન સમાજ આ વિષયે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જોઈએ, વિશેષ માં જ્યારે સરકાર સ્વચ્છતા અભિયાનને લઈ ગંભીર છે અને કરોડો રૂપિયા ની ગ્રાન્ટો શહેરો માં નગરપાલિકાઓ અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો ને ફાળવી રહી છે ત્યારે તેમણે પણ શહેરીજનો અને ગ્રામજનોને અપીલ કરી આવી મુર્તિઓ ગામના જળાશયો કે શહેરના તળાવો માં ન પધરાવવા અને નગર પાલિકા અને ગ્રામ પંચાયતો પોત પોતાના વિસ્તારો માં જે જગ્યા નક્કી કરવામાં તે જગ્યા એ ભક્તો મુર્તિઓને મુકી જવા માટે જન પ્રતિનિધિઓ ને સાથે રાખી આદેશ કે ઠરાવ પાસ કરી, આવી મુર્તીઓનું વિસર્જન દરિયાકિનારે થાય તે માટે જાગૃતતા બતાવી જોઈએ તે અતિ જરુરી અને આવશ્યક છે. આ સાથે મુકવામાં આવેલ ફોટાઓ જોવાથી સફાઈ પહેલાં ની દુર્દશા અને સફાઈ કર્યા બાદ એ જ તળાવ ના પાણી થી ધોઈને સ્વચ્છ અને સુંદર દેખાતા તળાવના આરા અને કિનારાના દેખાતા નજરે પડે છે. જ્યારે સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરો અને ગામડાઓ માટે અનેક યોજનાઓ તળે આ અભિયાન ને સાર્થક કરવા પ્રયાસો કરી રહી છે ત્યારે ખરા અર્થમાં સ્વચ્છ ભારત અભિયાન શહેરો માં શહેરીજનો અને ગામ ગ્રામજનો જાગૃકતા બતાવશે તો જ સમગ્ર ભારત દેશ સાર્થક થશે તેમાં બે મત નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!