સુરેન્દ્રનગર 108 એમ્બ્યુલન્સના સ્ટાફનું સન્માન

પદમભૂષણ સન્માનિત, જૈન આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદર સુરુશ્વરજી મહારાજા દ્વારા ચાલતા જૈન એલર્ટ ગ્રૂપ ઓફ ઇન્ડિયામા અનેક સેવાકીય પ્રવુતિ ઓ કરે છે. જે લોકો સારા કાર્ય કરે છે તેવા લોકોને પણ પ્રોત્સાહિત કરી ને હોંશલો વધારે છે. આ મહિનાની એક્ટિવિટીમાં જેટલી શાખાઓ છે તે દરેક શહેરોમાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ. જેઓ મુશ્કેલીના સમયમાં ખૂબ જ ઝડપથી લોકોને તબીબી સારવાર માટે લઈ જાય છે અને ઘણા લોકોની જિંદગી બચાવતા હોય છે.
જેના ભાગરૂપે સુરેન્દ્રનગર તથા વઢવાણ બન્ને 108 એમ્બ્યુલન્સના સ્ટાફનું જૈન એલર્ટ ગ્રૂપ સુરેન્દ્રનગરના શ્રી મનીષભાઈ વસાણી, સંકેત વોરા, જીગ્નેશ શાહ દ્વારા સન્માન કરવામાં આવેલ. જેમાં ગુરુદેવે આપેલ સન્માન પત્ર, ગુરુદેવ લિખિત બુક્સ, તથા મીઠાઈનું બોક્સ દરેક કર્મચારીને આપેલ. 108 એમ્બ્યુલન્સના એડમીન અન્સારી સાહેબ, બ્રિજેશભાઈ તથા તમામ સ્ટાફ હાજર રહેલ. તમામ સ્ટાફે જૈન એલર્ટ ગ્રૂપ સુરેન્દ્રનગરનો ખુબ આભાર વ્યક્ત કરેલ.
રિપોર્ટ : દિપેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)