મૂળીના વગડીયા તથા દેવપરા ગામે આદિત્ય ભારત ગેસ દ્વારા સેફ્ટી ક્લિનિકનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાનાં મૂળી તાલુકાના વગડીયા તથા દેવપરા ગામે પ્રાથમિક શાળાઓમાં ઓમ શ્રી આદિત્ય ભારત ગેસ દ્વારા સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં અવાર-નવાર ગેસ દુર્ઘટનાઓ જોવા મળે છે ત્યારે ભારત ગેસ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. તેમાં ગામડે ગામડે જઈ લોકોને ગેસની સાવચેતી અને સમજણ માટે સેફટી ક્લિનિક કરવામાં આવે છે.
તેના ભાગરૂપે રાજકોટ ટેજેટરી મેનેજર શ્રી અર્પિત બંસલ સાહેબની સૂચનાથી અને સેલ્સ ઓફિસર શરદ સરના માર્ગદર્શનથી ઓમ શ્રી આદિત્ય ભારત ગેસ વગડીયા દ્વારા વગડીયા તથા દેવપરા પ્રાથમિક શાળામાં સેફટી ક્લિનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન યશપાલસિંહ પરમાર તથા દિનેશભાઈ પનારા ની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : દિપેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)