GTU ના નવા VC યુનિવર્સિટીની તંત્ર વ્યવસ્થા સુધારવા કટિબદ્ધ

સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા 9 સપ્ટેમ્બર ના રોજ જીટીયુ ના નવા VCની શુભેચ્છા મુલાકાત લઈ એકેડેમિક કૅલેન્ડર, પરીક્ષા અને સમયસર પરિણામ થાય તેવા અલગ-અલગ ૧૮ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. જીટીયુના વિવિધ ૧૮ જેટલા પ્રશ્નો નું સત્વરે નિરાકરણ આવે એ માટે મંડળ દ્વારા એક પત્ર પણ પાઠવવામાં આવ્યો હતો.
૧૨/૯/૨૦૨૩ નાં મંડળ નાં હોદ્દેદારો દ્વારા GTU નાં રજિસ્ટ્રાર ની મુલાકાત લઈ એકેડેમિક કૅલેન્ડર પૂર્વનિયોજિત રીતે અમલી થાય, સમયસર પરીક્ષા લેવાય, સમયસર પરીક્ષાનું પરિણામ તૈયાર થાય, પરીક્ષા ના પ્રશ્નપત્ર અને તેના પરિણામ માટેની વ્યવસ્થાઓ સારી રીતે ચાલે, ઈ-એસેસમેન્ટ નું સોફ્ટવેર અને પ્રાયોગિક પરીક્ષા ના પ્રશ્નો તથા અન્ય પરીક્ષા સંચાલન ને લગતી બાબતો વગેરેનું વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના હિતમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મુદ્દાસર ચર્ચા કરવામાં આવી હતી.
ઇજનેરી અધ્યાપક મંડળ ની GTU નાં VC તેમજ રજિસ્ટ્રાર સાથે બંને મીટીંગ સકારાત્મક રહી હતી અને પડતર પ્રશ્નો અંગે GTU દ્વારા પણ થોડા સમય માં જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો નાં હિત માં નિર્ણય લેવાનું શરૂ કરી દેવાયું છે. GTU દ્વારા એક દિવસ પૂર્વે દરેક કોલેજો ને પત્ર પાઠવીને પ્રૅક્ટિકલ પરીક્ષા ના બાકી મહેનતાણા સત્વરે ચૂકવી આપવા તાકીદ કરાઈ છે.
આ ઉપરાંત બીજા જ દિવસે એકેડેમિક કેલેન્ડરમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો નાં હિતમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી ઘણા પ્રશ્નો નું સમાધાન આપમેળે આવી જાય તેમ છે. GTU ની અત્યાર સુધીના સમયગાળામાં પહેલીવાર આવું એકેડેમિક કૅલેન્ડર આપવામાં આવ્યું છે, જેમાં પરીક્ષા ની સાથે-સાથે પરીક્ષાના પરિણામ ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષાઓ પણ થિયરી પરીક્ષા બાદ લેવાશે. આ નિર્ણયને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સહર્ષ બિરદાવવા માં આવ્યો છે.