સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા દ્વારા શિવ મહાપુજન.. મહાઅભિષેક..સન્માન કાર્યક્રમ

સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અગિયારસ ના દિવસે બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા સિદ્ધનાથ મહાદેવ માં શિવ મહાપુજન..મહા અભિષેક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની વિગતો આપતા સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા ના પ્રમુખ સનતભાઈ પંડિત અને મહામંત્રી દિલીપભાઈ રાવલ એ જણાવ્યું હતું કે દેવાધિદેવ મહાદેવ નું સોળસો પચાર થી મહાપુજન તથા જુદા જુદા દ્રવ્યો દ્વારા દેવાધિદેવ મહાદેવ ઉપર મહા અભિષેક કરવામાં આવ્યો હતો દિવ્ય દીપ માળ તથા મહા આરતી કરવામાં આવેલ.વિદ્વાન કર્મકાંડી વિમેશ પંડિત અને તેમની ટીમે વિધિવિધાન સહિત મહાદેવ ની મહાપૂજા સંપન્ન કરી હતી..આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ ભૂદેવો ને ફરા હાર ની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
બ્રહ્મ સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે તેમાં મદદરૂપ બનતા અન્ય સમાજ ના અગ્રણીઓ સાણંદ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલ ( મુખી ) તથા શ્રી જયેશભાઇ પટેલ ( મુખી ) શ્રી ગિરિરાજસિંહ જાડેજા ભાણુંભા.શ્રી રાજુભાઇ ગોહિલ ( ગૌશાળા ) શ્રી જયવંત સિંહ એન.વાઘેલા.શ્રી રણજીતસિંહ વાઘેલા..વાસણા.. શ્રી વિજયસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ સાણંદ નગર પાલિકા.. શ્રી રવિભાઈ જોશી અને પરમ વંદનીય સૂર્યાદેવીજી નું સન્માન બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ દ્વારા શાલ અર્પણ કરી ને કરવામાં આવ્યું હતું..
સન્માન ના ઉત્તર માં અન્ય સમાજના અગ્રણીઓ એ જણાવ્યું હતું કે ભુદેવોના આશીર્વાદ એ અમારા માટે અમૂલ્ય છે. આ કાર્યક્રમ માં બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ સિનિયર એડવોકેટ જીતેન્દ્ર કાંતિભાઈ પંડિત..કમલેશભાઈ વ્યાસ.વિક્રમભાઈ વ્યાસ.. પી.વી.રાવલ.. વિજયભાઈ પંડિત.. વિમલભાઈ શુક્લ…અજયભાઈ જોશી..હરીઓમભાઈ જાની કિશોરભાઈ પૂજારી સહિત ભૂદેવો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહી ને દેવાધિદેવ મહાદેવ ની મહાપૂજા કરી હતી