વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે કલ્પતરૂ કંપનીના સભ્યોએ 12 કિમી સાયકલ સવારી કરી ઓફિસ પહોંચ્યા

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે કલ્પતરૂ કંપનીના સભ્યોએ 12 કિમી સાયકલ સવારી કરી ઓફિસ પહોંચ્યા
Spread the love

વિશ્વ હાર્ટ ડે નિમિત્તે કલ્પતરૂ કંપની દ્વારા એક અનોખો પ્રયત્ન કર્યો હતો. ૨૮ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પોતાની તબિયતની કાળજી લેવા જાગૃતતા દાખવવા સભ્યો સાયકલ લઇને ઓફિસ આવે એ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કલ્પતરૂ એચઆર જનરલ મેનેજર સાત્વિક ત્રિવેદી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના વિવિધ એરિયામાંથી કર્મચારીઓ સાયકલ પર સવાર થઈને ઓફિસ આવ્યા હતા. આ કર્મચારીઓ પ્રોડક્શન ડેપ્યુટી પ્રેસિડેન્ટ ધર્મેશ મહંત સાથે સાત્વિક ત્રિવેદી, ઉત્કર્ષ ત્રિવેદી, દિપેશ સિંઘ, સંજય થોરાત, શત્રુધ્ન પંડ્યા, શિતાંગ જોશી, કેતન પટેલ, વિમલ શાહ, કૃણાલ સોની, કિંજલ દરજી, સુશીલ વર્મા, ધવલ ભટ્ટ, વિનિત જૈન, કિર્તી ઠાકોર, પિંકલ પંચાલ, સાગર પંડ્યા, સંજય નાયી, પુષપેન્દ્ર સૂર્યવંશી, અલ્પેશ પટેલ, કંદર્પ ભટ્ટ વગેરે જોડાયા હતા.

ગાંધીનગર શહેરમાં પસાર થઈ ૧૨ કિમી જેટલી સાયકલિંગ કરીને ઓફિસ પહોંચ્યા હતા. કલ્પતરૂ કંપનીના એચઆર પ્રેસિડેન્ટ એમ. એ. બારૈયા દ્વારા સૌ સાયકલ સવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને સૌને મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર સૌ સભ્યોએ નિયમિત રીતે સાયકલ ચલાવવાનો સંકલ્પ કર્યો હતો. કલ્પતરૂ કંપની દ્વારા એમના સભ્યો માટે અવનવી પ્રવૃત્તિઓ એચઆર ડિપાર્ટમેન્ટ હાથ ધરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!