વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી 181ની ટીમ

ભૂલા પડેલા 70 વર્ષના વૃદ્ધા માજીને પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટીમ એક જાગૃત નાગરિકો 181 મહિલા હેલ્પલૢાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે અહીંયા એક 70 વર્ષના વૃદ્ધા માજી ત્રણ કલાકના બેઠા હોય છે. તેઓ અમોને નદીના ખાડી વિસ્તારમાંથી મળી આવેલ છે. પરંતુ તેઓ નામ કે સરનામું જણાવતા ન હોય તેમ જ તેમની ભાષા પણ સમજાતી ન હોય તેથી તેમને મદદની જરૂર છે. કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર રીના દિહોરા તેમજ્ ASI તારાબેન તેમજ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર પહોંચેલ અને વૃદ્ધા માજી સાથે પરામશ કરતા જણાયું કે તેઓ તેમના ઘરેથી બપોરના કંઈ કામથી નીકળી ગયેલ હોય પરંતુ તેઓ ચાલતા ચાલતા તેમના ઘરેથી દૂર અજાણ્યા ગામમાં આવી ગયેલ હોય.
ત્યાં તેઓ નદીના પટ ના ભાગમાં બેસેલા હોય અને ગ્રામજનોની નજર પડતા તેઓ તેમને ગામમાં પંચાયત ઓફિસે બેસાડીને પૂછપરછ કરેલ હોય વૃદ્ધ માજીની ભાષા અલગ પડતી આવતી હોય તેમ જ તેઓ તેમનું પાકું સરનામું જણાવતા ન હોય અલગ અલગ ત્રણ સુનામાં જણાવેલ હોય. ત્યારબાદ ત્યાંથી માજી ને ગાડીમાં બેસાડીને અમો જામનગર આવેલ હોય ત્યાં વૃદ્ધા માજીની જેવી ભાષા બોલનાર એક દુકાનદારને મળેલ.
દુકાનદાર સાથે માજી ને વાતચીત કરાવેલ ત્યારબાદ માજીએ તેમની ભાષામાં દુકાનદારને જણાવેલ કે મારા પતિ ન હોય અને મારો દીકરો પણ ન હોય્ અને હું મારા ઘરમાં ઍકલી જ રહેતી હોય. પરંતુ હું ભૂલી પડતા મને મારું સરનામું ક્યાં છે તે સમજાતું ન હોય તેથી વૃદ્ધા માજી એ અલગ અલગ ત્રણ સરનામાં જણાવેલુ હોય તે અલગ અલગ ત્રણ સરનામા પર અમો ગયેલ ત્યારબાદ માજીનું ત્રીજું સરનામું હતું ત્યાં જ તેમનું ઘર હોય અને ત્યાં તેમનો ભત્રીજો માજીના ઘરની બાજુમાઁ રહેતો હોય તે ઘરે હાજરમાં હોય તેમની સાથે કાઉન્સિલિંગ કરતા જણાયું કે માજીને અમો સ્વારના શોધખોળ કરીએ છીએ પરંતુ તેમની કોઈ જાણ થયેલ ન હોય ત્યારબાદ વૃદ્ધા માજીને તેમના ભત્રીજાને સોંપેલ અને વૃદ્ધા માજીએ તેમજ તેમના ભત્રીજાએ181 ટીમનો આભાર વ્યક્ત કરેલ.
વાડોલિયા ઉર્વશી