સંખેડામાં રજવાડા શાસન વખતની કોલેજમા વંચિત રહેલા 160 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ

સંખેડા તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક હજાર વિધાર્થીઓની ક્ષમતા ધરાવતી કોલેજ છે પરંતુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ વધતા 160 જેટલા વિધાર્થીઓ એડમિશન થી વંચિત રહી જતા મુખ્યમંત્રીશ્રીને સંખેડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય અને સાંસદ દ્વારા રજૂઆત કરતા 3 માસ બાદ 160 વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે સરકારે મંજૂરી આપતા વિધાર્થીઓમાં ખુશીની લાગણી સંખેડા તાલુકાના વિધાર્થીઓ કોલેજનો અભ્યાસ ઘર આંગણે કરી શકશે. છોટાઉદેપુર જિલ્લાનો છેવાડાનો તાલુકો સંખેડા છે અને આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે સંખેડા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે આ કોલેજમાં એક હજાર વિદ્યાર્થીઓને એડમિશન કોલેજ આપી શકે તેવી ક્ષમતા છે. આ વર્ષે નવા સત્રમાં કોલેજમાં એડમિશન માટે સંખેડામાં વિધાર્થીઓનો ઘસારો થતા મેરીટના આધારે એડમિશન આપી દેતા 160 વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
જયારે કોલેજ પાસે સત્તાના હોવાથી વિદ્યાર્થીઓને એડમિશન ના આપતા સંખેડા ના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તેમજ સાંસદ ગીતાબેન રાઠવા જેવા નેતાઓ ભેગા મળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરતા વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રીએ વિધાર્થીઓને કોલેજમાં એડમિશન મળે તે માટે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સાત્તધીશોને સૂચના આપતા 160 વિદ્યાર્થીઓને એડમિશન માટેની પ્રક્રિયાને મંજૂરી મળતા 160 વિધાર્થીઓને એડમિશન આપવાની પ્રક્રિયાને સંખેડા કોલેજ દ્રારા કામગીરી શરૂ કરાઈ છે. જયારે અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કોલેજમાં ભણવા માટે વિધાર્થીઓ આવ્યા છે આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ વધી છે સંખેડા તાલુકામાં એકજ કોલેજ આવેલી છે વિધાર્થીઓના એડમિશન માટે સરકારે સારો નિર્ણય લેતા વિધાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને સંખેડા ના સ્થાનિક રાજનેતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : કમલેશ પટેલ (સંખેડા)