પિતા બન્યો પુત્રનો હત્યારો : પત્ની સાથે મનમેળ ન હોવાથી પુત્રને કેનાલમાં ફેંકી દઈ હત્યા કરી

- હત્યા કેસમાં દિયોદર નાયબ અધિક્ષક કચેરી ખાતે પોલીસ ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..
- આરોપી પાંચ કલાક અંધારું ના થાય ત્યાં સુધી પોતાના માસૂમ દીકરા ને લઈ કેનાલપર ફરતો રહ્યો – dysp-ડી ટી ગોહિલ…
કાકરેજ પિતાની હેવાનીત અને પુત્રની હત્યા કેસમાં થરા પોલીસને મોટી સફળતા મળી છે જેમાં થરા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ એ હત્યા કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર બનાવ અંગે માહિતી આપતા જણાવેલ કે કાકરેજ તાલુકાના નેકોઈ ગામની દીકરી ભગવતી રબારી ના લગ્ન સાત વર્ષ અગાઉ પાટણ જિલ્લાના ધરનોજ ગામના શૈલેષ કરમશી રબારી સાથે થયા હતા.
તારીખ ૨૮/૦૯/૨૦૨૩ના રોજ ભગવતીબેન તેમના ત્રણ વર્ષના પુત્ર નીશું ને લઈ થરા ખાતે શાકભાજી અને ઘર સામાન લેવા આવી હતી તે સમય તેમના પતિ શૈલેષ રબારી એ ભગવતીને કહેલ કે તું શાકભાજી લઈ લે હુ નિશું ને લઈ મોબાઈલ સરખો કરાવી ને આવું છું તેમ કહી ત્રણ વર્ષના માસૂમ બાળક નીશુને બાઈક પર બેસાડીને લઈને ગયેલ હતો જેમાં બે કલાક જેટલો સમય વીતવા છતાં પુત્ર અને પતિ પરત ના આવતા ભગવતીબેન રબારીએ થરા પોલીસ મથકે પુત્રની ગુમશુદા ફરિયાદ આપવામાં આવતા થરા પી એસ આઈ અલગ-અલગ ટીમો બનાવી શૈલેષ રબારીના મોબાઈલ લોકેશન મેળવતા શૈલેષ રબારીનું સતત લોકેશન કેનાલ પર આવતું હોવાથી પોલીસ ત્યાં પોહચી આરોપીને ઝડપી લીધો હતો.
જેમાં પોલીસે આરોપી ની સઘન પૂછપરછ કરતા શૈલેષ રબારી ને તેમની પત્ની ભગવતીબેન સાથે મનમેળ ના હોઇ તેમના દીકરા નિશુ ને થરાદ પાસે નર્મદા કેનાલ માં પાણી ના પ્રવાહ માં ફેંકી દીધો હતો અને તેની લાશ ને નર્મદા કેનાલના પાણી માં સગેવગે કરી પુરાવાનો નાશ કર્યો હતો જે અંગે આરોપી શૈલેષ રબારી સામે હત્યા નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
પ્રતિનિધિ : ગંગારામ ઠાકોર (બનાસકાંઠા)