સુરેન્દ્રનગરમાં રાજીવ ગાંધી આવાસ યોજનામાં ગટરના પાણી ઉભરાતા પરેશાની

સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં આવેલા રાજીવ ગાંધી આવાસ યોજના ના મકાનમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જે બાબત ત્યાંના રહેવાસીઓ અનેક વખત ભાજપના ચૂંટાયેલા સદસ્યોને રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા આ બાબત કોઇ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી ડેન્ગ્યુ મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે આવી ગંદકી ત્વરિત સાફ કરવી જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે આપ શ્રી આપના સમાચાર પત્રમાં લોક સમસ્યાને આ વાત ઉજાગર કરી નગરપાલિકા આ કામગીરી તાત્કાલિક કરે તેના માટે પ્રયત્ન કરો તેવી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.
સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પાણી ભરાવાની અને ગટરો ઉભરાવાની સમસ્યા છે. તેમાં વોર્ડ નંબર 1 માં આવાસ યોજનામાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશ કોટેચા સહિત આગેવાનોએ આવાસ યોજનામાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમની સમસ્યા રુબરૂ જાણી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. આ અંગે તેઓએ જણાવ્યુ કે વોર્ડ નંબર 1માં આવેલા રાજીવ ગાંધી આવાસ યોજનાના ચાર માળિયા મકાનમાં ઠેર ઠેર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે.
જે બાબત ત્યાંના રહેવાસીઓ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાઓ બાબતે કોઇ પણ જાતની નક્કર
કામગીરી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ગટરના ગંદા પાણીથી વોર્ડ નંબર 1 માં આવાસ યોજનામાં ડેન્ગ્યુ મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળે તેવો ભય રહેલો છે. તેથી ગટરની સમસ્યા અને ગંદકી ત્વરિત સાફ કરવી જોઈએ એવી લોકોની માંગ છે. આ અંગે નગરપાલિકા તાત્કાલિક કામગીરી કરે તેના માટે માંગ કરી હતી.
રિપોર્ટર : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)