સુરેન્દ્રનગર બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર ખાતે બાળ પારાયણ

સુરેન્દ્રનગર શહેરના સ્વામીનારાયણમંદિરના કોઠારી સંત સાધુ ધર્મચિંતનદાસ સ્વામી તથા નિત્યમંગલસ્વામી ના માર્ગદર્શન નીચે કુલ બાળ 70તથા 78 બાલિકા મંડળો ચાલે છે. આ માટે 300 બાળ બાલિકા કાર્યકરો સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન મહંત સ્વામી મહારાજે સર્વોના જીવનને હિતકારી એવા 315 શ્લોક ધરાવતા સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપેલી છે તેના આધારે ભાવનગરના જુદા જુદા ક્ષેત્રોમાં બાળકો દ્વારા બાળ બાલિકા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરમાં કુલ 3 બાળ પારાયણ થઈ જેમાં 500બાળકો અને500બાલિકા કો એ લાભ પ્રાપ્ત કર્યો હતો.
સમગ્ર સંચાલન બાળકો દ્વારા જ કરાયું
આ બાળ પારાયણની સમાપન સભા સ્વામીનારાયણ મંદિર ખાતે સત્સંગ સભામાં સંપન્ન થઈ જેનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું. નૃત્ય, સંવાદ, વાર્તા, વિડિયો, વિષયોની બાળકો દ્વારા છણાવટ એવા વિવિધ માધ્યમો દ્વારા સચોટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, બાળ પારાયણનો પ્રથમ વિષય હતો ‘ કુસંગનો ત્યાગ’ સંગ એવો રંગ, કુસંગી મિત્રોનો સંગ બાળ વયમાં થઈ જાય તો બાળપણ બગડે છે. અભ્યાસ બગડે છે માટે મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથના 209 માં શ્લોકમાં કહે છે કે બાળપણથી જ સારા બાળકોનો સંગ રાખવોને કુસંગ અને વ્યસનોથી બાળકો ને દુર જ રાખવા.
વર્તમાન સમયમાં બાલ્યાવસ્થા બગાડનાર બીજું માધ્યમ છે ‘મોબાઈલ ‘
આજે નાના બાળકો પણ મોબાઈલના વ્યસની બનતા જાય છે. મોબાઇલ પૈસા, સમય, સંસ્કાર, સ્વાસ્થય, અભ્યાસ તથા જીવન બગાડે છે. માટે બાળકોએ મોબાઈલના ઉપયોગ ઉપર ચોકડી મારવી જોઈએ અને કદાચ ઉપયોગ કરવાનો થાય તો મમ્મી પપ્પાની હાજરીમાં જ જરૂર પુરતો ઉપયોગ કરવો જોઈએ.
બીજો વિષય હતો ‘મારે બનવું છે વિદ્યાર્થી નંબર વન’
બાળકો અને વિદ્યાર્થીઓ માટે મોટો શત્રુ છે આળસ. આળસ બાળકો, વિદ્યાર્થીઓને આગળ વધવા નથી દેતા. ત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ આળસને દૂર કરવાનુ માર્ગદર્શન આપે છે. આળસ રૂપી રાક્ષસથી બચવા મહંત સ્વામી મહારાજ શ્લોક નં.210 માં ઉપાય બતાવતા જણાવે છે કે વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિતે, ઉત્સાહ થી આદર થકી કરવો સમયને વ્યર્થ કામોમાં બગાડવો નહિ.
ત્રીજો વિષય હતો ‘સંસ્કારી બાળકો બનીએ ‘
સત્સંગ દીક્ષા ગ્રંથ દરેકનું જીવન પરિવર્તન કરે છે. સંસ્કારી, ચારિત્ર્યવાન બનાવે છે , આદર્શ બાળક બનવાની ચાવી એમાં છે. 211,212 માં શ્લોકમાં જણાવ્યું છે કે બાળકોએ બાળપણથી જ સેવા વિનમ્રતા દ્રઢ કરવા, નિર્બળ ના થવું, માતા પિતાની સેવા કરવી, સત્સંગ, ભક્તિ અને પ્રાર્થના કરવા. હાલ અભ્યાસ ની સાથે સાથે બાળ મંડળના 60 જેટલા બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકો કંઠસ્થ કરી રહ્યા છે. ત્યારબાદ સત્સંગ કારીકા ગ્રંથના 565 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરશે. યોજાયેલ આ બાળ પારાયણ નો લાભ 1500થી વધુ ભાવિકોએ લીધો હતો અને પોતાના બાળકોને બાળ સભામાં મોકલવા કટી બધ્ધ થયા હતા. સાજે પ્રસાદ સ્વામિનારાયણ ખિચડી નું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા બાળ બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે બાળ તથા બાલિકા મંડળો ચાલે છે. સંસ્થાના 9 હજારથી વધુ બાળ મંડળોમાં 1 લાખથી વધુ બાળ બાલિકાઓને વિવિધ માધ્યમો દ્વારા સતત માર્ગ દર્શન મળતું રહે છે. બાળ મંડળની શરૂઆત સન 1954માં યોગીજી મહારાજે કરેલ, આજે સંસ્થાના 100 સુશિક્ષિત સંતો તથા 16 હજાર બાળ કાર્યકરો બાળ બલિકાઓને સત્સંગ, સંસ્કાર, શિક્ષણ, સેવા, સ્વ વિકાસ દ્વારા સર્વાંગી ઘડતર, માતાપિતાના ઉપકારો, અભ્યાસ, ભગવાનમાં શ્રદ્ધા, આગળ વધવાની પ્રેરણા, વૃક્ષ, વીજળી, પાણી બચાવવાનો સંકલ્પ, વગેરે બાબતોની દૃઢતા કરાવી રહ્યા છે.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)