સદભાવના વૃદ્ધાશ્રમમાં સંગીતનો કાર્યક્રમ યોજાયો

સદભાવના વૃદ્ધાશ્રમમાં સંગીતનો કાર્યક્રમ યોજાયો
Spread the love

અમે પીનારા એ અદભૂત રસોનાં ફરી ફરી,અમે ગાનાર એ રસ અસરને સૌ અનુભવી”

કવિ પ્રહલાદ પારેખની પંક્તિને સાર્થક કરતાં રાજકોટમાં આવેલ વાગુદળ ગામમાં આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં “સ્વરાગ સિમ્ફની” સંગીત ગ્રૂપ દ્વારા કલાનગરી ભાવનગરના આદરણીય કલાગુરુશ્રીમતી દક્ષાબેન મહેતાના આશીર્વાદથી ભાવનગરના યુવા સંગીતકાર ધ્રુવ પંડ્યા અને તેમની ટીમ દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાસ્ત્રીય સંગીત, ભજન, કિર્તન અને જૂના ફિલ્મી ગીતો સંગીતના સૂર રેલાવીને વડીલોને આનંદિત કર્યા હતાં.

વિશેષ ઉપરોક્ત આયોજન ભાવનગરના યુવા સંગીતકાર ધ્રુવ પંડ્યાના ઉમદા વિચાર કે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ થી પણ વધારે વૃદ્ધાશ્રમમાં સંગીતના કાર્યક્રમનું આયોજન કરી વડીલોને હુંફ પૂરી પાડવી, તેના ભાગ રૂપે આ ત્રીજો  કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે વૃધ્ધાશ્રમના આદરણીય સંચાલક શ્રીમતી ખુશીબેન પટેલ, સુપરવાઇજર શ્રી પિયુષભાઈ પટેલ, સેવાકાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પારેખ, કિશોરભાઈ જોશી અને દિનેશભાઈ હાજર રહીને કાર્યક્રમમાં સૌને પ્રોત્સાહિત કરી આભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતના યૂથ ઓપોર્ચ્યુનિટીઝ એમ્બેસેડર શ્રી કેવલકુમાર કે. પાવરા અને આઘ્યાત્મિક ઉદ્યોગ સાહસિક જયદીપભાઈ સખીયા દ્વારા જેહમત ઉઠાવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!