ગાંઘી જયંતિ નિમિત્તે વાસ્તુ નિર્માણ સોસાયટી ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાઈ

પૂજ્ય શ્રી મહાત્મા ગાંધી જી ના જન્મ દિવસ નિમિતે તેઓના પ્રેરણા દાયિ જીવનના પ્રસંગો યાદ કરવા ત્થા સમૂહ પ્રાર્થનાનું આયોજન વાસ્તુ નિર્માણ સોસાયટી ગાંધી નગર સેક્ટર 22 ખાતે સવારે 8 વાગ્યે સામાજિક કાર્યકર શ્રી અનિલ કક્કડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્ય કાર ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગત મિડિયામાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના પ્રમુખશ્રી, સામાજિક કાર્યકર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય ગીતા બેન પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકિત પટેલ સેકશન અધિકારી દ્વારા ગાંધીજી ઇની પ્રતિમા ને સૂતર ની આંટી પહેરાવી હતી.
આ કાર્યક્રમ માં શ્રી અનિલ ભાઈ કક્કડ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર દ્વારા ગાંધીજી વિશે બે શબ્દો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગીતાબેન પંડયા અમદાવાદ દ્વારા ગાંધીજી ના તમામ પ્રેરક પ્રસંગો અને ગાંધીજી ને પડેલ મુશ્કેલીઓનું વર્ણન ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “વૈષ્ણવ જન તો તેને રે કહીએ “ગાંધીજી નું પ્રિય ભજન નું સમૂહ ગાન ગીતા બેન પંડયા અને ચંદા બેન ચૌહાણ પ્રિન્સિપાલ આઈ ટી આઈ વડનગર દ્વારા કરાવવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્ર ગીત સમૂહમાં ગાઈ ને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
ડૉ ગુલાબ ચંદ પટેલ (પ્રમુખ)
શ્રી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા