રાધિકા મર્ચન્ટ એ જૂનાગઢ ની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી

રાધિકા મર્ચન્ટ યુવા ઉદ્યોગસાહસિક ની સાથે તે એક જાણીતા ક્લાસિકલ ડાન્સર પણ છે. તેમને ભારત ઉપરાંત અન્ય દેશોમાં ક્લાસિકલ ડાન્સમાં ભાગ લીધો છે. તેમના ગુરુ ભાવના ઠક્કર પાસેથી નૃત્યનું શિક્ષણ લીધુ છે. દેશના મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. રાધિકા મર્ચન્ટના પરિવારની વાત કરીએ તો, તે મુકેશ અંબાણીના દોસ્ત વીરેન મર્ચેન્ટની દીકરી છે, અને વીરેન મર્ચન્ટ અત્યારે એનકૉર હેલ્થકેરના સીઇઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઇલા મર્ચન્ટ છે. તેઓ એ ઇકોનૉમિક્સમાં બેચલર્સની ડિગ્રી પુરી કરી છે. તેના આ ડિગ્રી ન્યૂયૉર્કમાંથી મેળવી છે.
તેઓ એ આજ જૂનાગઢ શહેર માં આવેલ એસ્થે કાયા કલ્પ ક્લિનિક ની મુલાકાત લીધી હતી. તેઓ એ ડૉક્ટર પિયુષ બોરખતરીયા અને ડૉક્ટર મિતલ બોરખતરીયા સાથે આરોગ્યલક્ષી સેવાઓ વિશે, જૂનાગઢ ના ઐતિહાસિક મહત્વ વિશે, ભવિષ્યમાં તેઓ સાસણગીર ના ઇકો ટુરિઝમ ને વિકાસ માટે શું કરશે ? આ બધા વિષય ઉપર ચર્ચા કરી. ત્યારબાદ તેઓ એસ્થે કાયા કલ્પ ક્લિનિક વિશે માહિતી મેળવી જૂનાગઢ માં આંતરરાષ્ટ્રીય કક્ષા નુ ક્લિનિક જોઇ ને તેઓ ને ખુબ જ આનંદ થયો.