ધનસુરા બાયપાસ રોડની સૂચિત જગ્યામાં ખેડૂતોની જાણ બહાર ફેરફાર કરાતાં ખેડૂતોમાં ભારે રોષ…

” માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ડિવિઝન ), મોડાસા દ્વારા રાજકીય વગ ધરાવતા શ્રીમંત ખેડૂતોની જમીન બચાવવા બુટાલ ગામના ૫૦ થી વધુ નાના ખેડૂતોના પરિવારની બલી ચડાવવાનો કારસો ” – ખેડૂતો..
અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાંથી પસાર થતા મોડાસા – કપડવંજ હાઇવે પરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ ડિવિઝન) દ્વારા લગભગ દસ વર્ષ અગાઉ ખેડૂતોની સંમતિથી સૂચિત ધનસુરા બાયપાસ રોડનું સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું, પરંતુ હાલમાં નવા સર્વેમાં રાજકીય વગ ધરાવતા શ્રીમંત ખેડૂતોના ઇશારે તેમની જમીન બચાવવા નાના ખેડૂતોની જાણ બહાર સર્વે કરેલા સૂચિત બાયપાસ રોડની જગ્યામાં ફેરફાર કરી દેવાતાં નાના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને વર્ષો પહેલાં તેમણે સંમતિ આપેલ સર્વે મુજબ સૂચિત ધનસુરા બાયપાસ રોડનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ ડિવિઝન), મોડાસા તથા ધનસુરા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ બાબતે મુખ્યમંત્રીશ્રી, બાંધકામ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે…
કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા પહોંચેલા પશુપાલન અને ખેતી પર નિર્ભર બુટાલ ગામના ૫૦ થી વધુ નાના ખેડૂતોએ પોતાને યોગ્ય ન્યાય નહી મળેતો આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની તેમજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી…
રીપોર્ટ, મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300