સાબરકાંઠા: તલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું

તલોદ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ મહા નિર્દેશક વીરેન્દ્ર સિંહ યાદવ દ્વારા ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તલોદ માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજય પટેલ તેમજ તાલુકાના આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે તાલુકાના વિવિધ આગેવાનો દ્વારા બડોદરા ખાતે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન, તેમજ હરસોલ ખાતે પોલીસ સ્ટેશન તેમજ તલોદ પોલીસ સ્ટેશન નો વિસ્તાર મોટો હોવાથી પોલીસ ઇન્સ્પેકટર ની નિમણુક કરવા માટે રજૂઆત કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમારે દરેક ઉપસ્થિત આગેવાનો ને પોતાના ગામના પ્રશ્નો ગામ માં જ નિવારણ લાવી ગુના ખોરી અટકાવવા માટે અપીલ કરી હતી
અન્ય નાગરિકો દ્વારા તલોદ રેલવે ઓવર બ્રિજ નું કામ ચાલુ હોઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેર નામુ બહાર પાડી ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ડાય વર્ઝન આપેલ મહિયલ થઇ ભારે વાહનો પસાર થઇ રહ્યા છે જેથી કલેકટર ના જાહેરનામા નો ભંગ થાય છે તેનો અમલ થાય તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી હતી આ સંદર્ભે નાયબ પોલીસ મહાનિર્દેશક વીરેન્દ્ર સિંહ યાદવ દ્વારા જાહેરનામા ની અમલવારી કરવા તેમજ બડો દરા ખાતે આઉટ પોસ્ટ ની રજૂઆત તેમજ તલોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર ની નિમણુક કરવા માટે યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો લોકદરબાર માં સ્વાગત પ્રવચન ડી વાય એસ પી એ કે પટેલે કર્યું હતું અને આભાર વિધિ તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુન ભાઈ જોશી એ કરી હતી
રીપોર્ટ, મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300