રાધનપુર : દેલાણા ગામેં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામનાં લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી અપાઈ હતી.સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયુષ્માન આરોગ્ય મંદિર – દેલાણાં ગામ ખાતે PHC ગોતરકા અંતર્ગત મેડિકલ કેમ્પ,આયુષ્યમાન કાર્ડ માટે નો કેમ્પ આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમા તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ ” વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” આજે રાધનપુર તાલુકાના દેલાણા ગામે પહોંચી હતી.જ્યાં
દેલાણા ગામના સરપંચ અને દેલાણા ગ્રામજનોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.અને સમગ્ર કાર્યક્રમ ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.કાર્યક્રમમા વિકસિત સંકલ્પ યાત્રામા સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
ઉપસ્થિત દેલાણા ગ્રામ પંચાયતના સરપંચ, પૂર્વ સરપંચ,તલાટી ક્મ મંત્રી, ગોતરકા PHC મેડિકલ ઓફિસર,પઠાણભાઈ MPHS/CHO – MPHW,FHW, આશાવર્કર બહેનો,આંગણવાડી કાર્યકર,ચેરમેન, સહિતના રાધનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી TDO સહિત કારોબારી ચેરમેન,રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને આરોગ્ય તંત્રના અધિકારીઓ, દેલાણા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ, અને ગામના આગેવાનો સહીત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300