જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરવા નેત્રંગ તાલુકાના ગામોમાં કેમ્પનું આયોજન

- આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી સરાહનિય કામગીરી
ભારત સરકાર દ્વારા આદિમજુથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદીવાસી (PM-JANMAN) અભિયાન હાથ ધર્યુ છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે અને આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચના જિલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાના વરખડી, જૂનીપિંગોટ, મૌઝા, પુંનપુંજીયા, રૂપઘાટ, નવી જામુની જેટલા ગામોમાં કોટવાળિયા સહિત વિવિધ આદિમજાતિ જુથના પરિવારો વસવાટ કરે છે. આ આદિમજૂથના કુટુંબ, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો મુખ્ય હેતુ આ મિશન હેઠળ રહેલો છે.
નેત્રંગ તાલુકાના છ જેટલા ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય યોજના પ્રમાણે જુદા-જુદા વિભાગો દ્નારા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. તેને સમાંતર નેત્રંગ તાલુકાના વરખડી, જૂનીપિંગોટ, મૌઝા, પુંનપુંજીયા, રૂપઘાટ, નવી જામુની ગામોમાં કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીમાં ગામના નાગરિકો પણ ભાગીદારી નોંધાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારશ્રીની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ, વનધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટીફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન, ખેતીવાડીની યોજના, ટ્રાયબલ સબપ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી, જેવી યોજનાઓનો ૧૦૦ ટકા લાભ તમામ પરિવારોને મળે તેવું સુદ્રઢ આયોજન ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કરવામાં આવી રહ્યું છે.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)