ભરૂચ જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસીસ્ટન્ટ શ્રી વાય આર પંડયાને અપાયું નિવૃત્તિ વિદાયમાન

જિલ્લા માહિતી કચેરી, ભરૂચ ખાતે ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શ્રી વાય આર પંડ્યા તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ વયનિવૃત્ત થતા સંયુકત માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ મછાર અને નાયબ માહિતી નિયામક સુશ્રી. ભાવનાબેન વસાવા તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું. તા.૧૬-૦૩-૧૯૯૦ના રોજ તેમને પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સુપરવાઈઝર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
શ્રી વાય આર પંડ્યાને તેમની કાર્યદક્ષતાને કારણે અધિકારી/કર્મચારીના માનીતા બની ગયા ગયા હતા. વર્ષ ૨૦૨૩ની દસમી માર્ચના રોજ તેઓને ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે બઢતી મળતા તેમની નિમણુક જિલ્લા માહિતી કચેરી, ભરૂચ ખાતે કરવામાં આવી હતી. તેમનો મિતભાષી સ્વભાવને કારણે અધિકારીથી લઇને કચેરીના નાનામાં નાના કર્મચારી વર્ગમાં એમણે આગવું સ્થાન મેળવ્યું હતું.
કામ પ્રત્યેના તેમના સમર્પણ, સાથી કર્મચારીઓ પ્રત્યે આત્મીય વ્યવહાર, મદદરૂપ થવાની ભાવના તેમનું જમાપાસુ હતું. આમ,૩૩ વર્ષની દીર્ઘકાલીન સેવા દરમિયાન તેમણે માહિતી વિભાગને પોતાનો પરિવાર માનીને કામગીરી અદા કરી હતી.
આ ઉપરાંત સહાયક અધિક્ષક શ્રી જીતુ વસાવાની પ્રાદેશિક માહિતી કચેરી ,સુરત ખાતે બદલી થતાં સૌ કર્મચારીઓએ તેમની આગળની કારકિર્દી સફળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામક શ્રી એસ આર પટેલ,અધિક્ષક શ્રી બી કે વસાવા, માહિતી મદદનીશ શ્રી વી એચ કડિયા તથા શ્રી વાય આર વસાવા, કેમેરામેન શ્રી વી આર સોજીત્રા, જુ.કા શ્રી આશિષ રાણા સેવક શ્રી કે આર મકવાણા તથા શ્રી જે પી રાણા તેમજ કચેરીના અન્ય કર્મચારીઓએ શ્રી વાય આર પંડ્યા સાથેના સંસ્મરણો વાગોળી નિવૃત્ત જીવન સુખરૂપ અને નિરામય પસાર થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)