માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા જુના બોરભાઠા બેટ ગામના મહંત ધનેશ આહીર

- સતત લોકોની ચિંતા કરતા મહંત ધનેશ આહીર
- જુના બોરભાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનું આજે લોકાર્પણ કરાયું
- માત્ર દસ રૂપિયામાંજ લોકોને હવે દરરોજ સવારે 7 થી 10 કલાક દરમિયાન ખોડલધામ મંદિર જૂના બોરભાઠા બેટ ગામ ખાતે હવે દવાઓ મળશે
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહીર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે લોકોની ચિંતા કરતા હોય છે ત્યારે હાલ વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓ થી લોકો પીડાતા હોય છે ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી જ મુશ્કેલ બની ગઈ છે ગરીબ પરિવારના લોકો તો પૈસાના અભાવે દવાજ નથી લેતા અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે ત્યારે માત્ર 10 રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈ પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઊંડા આશરયથી મહંત ધનેશભાઈ દ્વારા આજે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું.
મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઇ જૂના બોરભાઠા બેટ ગામમાં પણ તરાજી સર્જાઈ હતી ત્યારે તેવા સમયે પણ સતત બે મહિના સુધી સમગ્ર ગામને રોજ સવાર સાંજ થઈ 3000 થી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા કરતા હતા ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર દસ રૂપિયામાં તે દવા લઈ તેવા હેતુથી આજે જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિર મંદિરે દવાખાના નું લોકાર્પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ ડોક્ટર અમિતભાઈ ક્લરીયા ડોક્ટર કેતનભાઇ મોદી ડોક્ટર આશિષ મોદી ભરતભાઈ એન પટેલ આહીર સમાજ પ્રમુખ ડાહ્યાભાઈ આહીર સમાજના અગ્રણી પરસોતમભાઈ આહીર નારણભાઈ આહીર નવનીતભાઈ આહીર નટુભાઈ આહીર ધનાભાઈ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)