૧૫ વર્ષની ઉંમર પહેલા દર પાંચમાથી એક છોકરાના લગ્ન થાય છેઃ યુનિસેફ

ન્યુ દિલ્હી,
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ(ેંદ્ગૈંઝ્રઈહ્લ)એ બાળ વિવાહને લઈને એક અભ્યાસ કર્યો છે. જેમાં સામે આવ્યુ છેકે, દુનિયાભરમાં લગભગ ૧૧૫ મિલિયન એટલેકે ૧૧ કરોડ ૫૦ લાખ બાળકોનાં બાળ વિવાહ થયા છે. જેમાં ૫માંથી ૧ બાળકનાં લગ્ન ૧૫ વર્ષથી ઓછી ઉંમરમાં થયા છે.
યુનિસેફે લગભગ ૮૨ દેશોના ડેટાનો અભ્યાસ કર્યો છે. જેમાં આ ખુલાસો કરાયો છેકે, સૌથી વધારે દેશોમાં બાળ વિવાહ છોકરાઓની વચ્ચે પ્રચલિત છે. આ વિસ્તારોમાં ઉપ સહારા આફ્રિકા અને કેરેબિયન, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પેસિફિકનો સમાવેશ થાય છે.
યુનિસેફના એÂક્ઝક્્યૂટિવ ડાયરેક્ટર હેનરિએટા ફોરે રજૂ કરેલાં નિવેદનમાં કÌš છેકે, લગ્ન બાળપણને ખત્મ કરી નાંખે છે. બાળ વરરાજાને વયસ્ક જવાબદારીઓ લેવા માટે મજબૂર કરાય છે. જેના માટે તેઓ તૈયાર હોતા નથી. વહેલાં લગ્ન થયા હોવાને કારણે તેઓ પિતા પણ વહેલા બની જાય છે.
જેના કારણે તેઓ શિક્ષા ગ્રહણ કરવાની જગ્યાએ રોજગારના અવસર શોધવા મજબૂર બને છે. તાજા આંકડાઓમાં બાળ વરરાજા અને બાલિકા વધુઓની કુલ સંખ્યા ૭૬૫ મિલીયન એટલેકે લગભગ ૭૦ કરોડ ૬૫ લાખ દેખાડવામાં આવી છે. યૂનિસેફના અભ્યાસ મુજબ ૨૦થી ૨૪ વર્ષની મહિલાઓના લગ્નનાં આંકડામાં ૫માંથી ૧ મહિલાના લગ્ન ૧૮ વર્ષની ઉંમર કરતાં વહેલા થઈ ગયા હતા.
તેની સરખામણીએ ૩૦ પુરૂષોમાં એક એવો હોય છે, જેના લગ્ન ૧૮ વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. યૂનિસેફના અભ્યાસમાં સામે આવ્યુ છેકે, સૌથી વધારે બાળ વિવાહ ગ્રામીણ વિસ્તાર અને ગરીબોમાં થાય છે. જે લોકો બહુજ શિક્ષિત હોતા નથી.