ઉદ્ધવ ઠાકરે ૧૦ વખત અયોધ્યા જશે તો પણ નહીં બને રામ મંદિરઃ રામદાસ અઠાવલે

મુંબઇ,
એનડીએ સરકારની સહયોગી રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગામી અયોધ્યા યાત્રા પર કટાક્ષ કર્યો છે. અઠાવલે કહ્યું કે ઉદ્ધવ એક વાર શું ૧૦ વાર પણ અયોધ્યા જશે તોપણ ત્યાં રામ મંદિરનું નિર્માણ નહીં થાય.
એમણે કહ્યું, કે આ મામલમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જાવી જાઇએ. આ પહેલા શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં જીત બાદ એકવાર ફરી રામ મંદિરના નિર્માણના પક્ષમાં અવાજ ઉઠાવી હતી. ૫ જૂને શિવસેનાની મીડિયા સેલે જાણકારી આપી હતી કે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આ માસના અંતમાં અયોધ્યા જશે.
એમા કહેવામાં આવ્યું હતું કે ઉદ્ધવ સાથે પાર્ટીના ૧૮ સાંસદ પણ અયોધ્યા જઇ શકે છે. અયોધ્યામાં આ સમયે ભારે સંખ્યામાં સાધુ સંત પહોંચી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેના પ્રમુખ ૧૭મી લોકસભાના સત્રની શરૂઆત પહેલા અયોધ્યા જઇ શકે છે. સંસદનું સત્ર ૧૭ જૂને શરૂ થઇ રહ્યું છે.